Gujarati News

Gujarati News

News of Saturday, 2nd November 2019

અર્હમ યુવા સેવા ગ્રુપ દ્વારા પાંજરાપોળના કર્મચારીઓ અને સ્લમ એરિયામાં મિઠાઇ વિતરણઃ ગાયોને ઘાસચારો

રાજકોટઃ તા.૨, ''ખાવું કરતાં ખવડાવું જેમને ગમે તેમનું માનવ જીવન સફળ'' એવો જેમનો જીવનમંત્ર હતો તેવા તપસમ્રાટ પૂજય ગુરુદેવ શ્રી રતિલાલજી મ.સા.ના જન્મોત્સવ નિમિત્ત્।ે તથા પૂજય ગુરુદેવ શ્રી નમ્રમુનિ મ.સા.ના ૫૦માં જન્મોત્સવ વર્ષ પરમોત્સવ વર્ષ નિમિત્ત્।ે દિપાવલી મહાપર્વ અવસરે રાષ્ટ્રસંત પૂજય ગુરુદેવ શ્રી નમ્રમુનિ મ.સા. પ્રેરિત અર્હમ યુવા સેવા ગૃપ - રાજકોટ દ્વારા રાજકોટ મહાજન પાંજરાપોળની અંદર અબોલ જીવો માટે દિવસ-રાત સેવા આપતા તમામ ૯૦ જેટલા કર્મચારીઓને દિવાળી નિમિત્ત્।ે મીઠાઈ તથા ફરસાણનું વિતરણ કરવામાં આવ્યું હતું.

 આ ઉપરાંત રાજકોટનાં અલગ અલગ વિસ્તારોમાં આવેલ સ્લમ એરિયામાં મીઠાઈ તથા ફરસાણ ૨૦૦ પેકેટોનું વિતરણ કરી તેમના મોઢા મીઠા કરાવામાં આવેલ. દિપાવલીના દિવસે બપોરે રાજકોટના દાણાપીઠ બજારમાં રોજમદારી કરતાં અંદાજે ૧૨૦ જેટલા મજૂરોને પણ મીઠાઈ તથા ફરસાણનું વિતરણ કરવામાં આવ્યું હતું.

 પૂજય ગુરુદેવની કૃપાથી દિપાવલી મહાપર્વ નિમિત્ત્।ે ટોટલ ૪૧૦ જેટલા મીઠાઈ પેકેટ તથા ફરસાણના પેકેટોનું વિતરણ  કરાયેલ. આ ઉપરાંત નૂતન વર્ષની પહેલી પરોઢે અર્હમ યુવા સેવા ગૃપ દ્વારા રાજકોટની ભાગોળે કાળીપાટમાં આવેલી મા ગૌરી ગૌશાળામાં એક ગાડી દ્યાસચારો (૨૧૮ મણ) મોકલાવી નૂતનવર્ષની શરૂઆત જીવદયાના કાર્યથી કરી હતી.  સેવાના વિવિધ કાર્યોમાં અર્હમ યુવા સેવા ગૃપના મેમ્બર્સઓ હાજર રહી અને સેવા આપી દિપાવલી મહાપર્વની ઉજવણી કરી હતી.

(3:55 pm IST)