Gujarati News

Gujarati News

News of Saturday, 2nd November 2019

રાજીવનગરમાંથી અપહૃત ૧૧ વર્ષનો મુંતશીર રેલ્વે સ્ટેશનમાંથી હેમખેમ મળ્યો

બાળકની ઉંમર નાની હોવાથી પોલીસે અપહરણનો ગુનો નોંધ્યો'તોઃ ગાંધીગ્રામ પોલીસે બાળકને પરિવારજનોને સોંપ્યો

રાજકોટઃ જામનગર રોડ બજરંગવાડી રાજીવનગર શેરી નં.૩માં કવાટર નં.૨૮૫માં રહેતા મોહંમદ અકબરભાઇ મોહંમદ વાસીકભાઇ શેખનો ૧૧ વર્ષનો મુંતશીર ઉર્ફે અર્શે ગત તા.૨૮/૧૦ના રોજ પોતાના ઘરેથી કોઇને કહ્યા વગર ઘરેથી નિકળ્યા બાદ પરત ન આવતા તેના પરિવારજનોએ તેની શોધખોળ કરી હતી પરંતુ તેનો કોઇ પત્તો નલાગતા તેના પિતાએ ગાંધીગ્રામ પોલીસમથકમાં જાણ કરતા પોલીસે બાળકની ઉંમરનાની હોવાના લીધે અપહરણનો ગુનો દાખલ કરી પી.આઇ.વી.વી.ઓડેદરા તથા પીએસઆઇ જે.એમ.ભટ્ટ,  એચ.વી.સોમૈયા, એએસઆઇ મેરામભાઇ ડાંગર, રાજુભાઇ કોડીયાતર, સંતોષભાઇ મોરી, જીતુભાઇ વાળા, ખોડુભા જાડેજા, હીરાભાઇ રબારી, સંજયભાઇ કુમારખાણીયા, ભરતભાઇ, હાર્દીકસિંહ,દીગ્વીજયસિંહ ગોહીલ, ગોપાલભાઇ, શૈલેષભાઇ, દિનેશભાઇ, હિતેન્દ્રસિંહ, અમીનભાઇ, સુધીરભાઇ, ક્રિપાલસિંહ, વિરભદ્રસિંહ, મહેશભાઇ સહિતે બાળકને શોધવા માટે જુદી-જુદી ટીમો બનાવી બજરંગવાડી વિસ્તારમાં તથા બસ સ્ટેશન તથા રેલ્વેસ્ટેશન બાગબગીચામાં તપાસ શરૂ કરી હતી અને જીલ્લા ભરના પોલીસ મથકમાં તેમજ સોશ્યલ મિડીયામાં બાળકના ફોટાપ્રસીધ્ધ કરવામાં આવ્યા હતા. દરમ્યાન પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટના ચાઇલ્ડ લાઇનના કર્મચારીઓ રેલ્વે સ્ટેશનમાં આ બાળકને જોઇજતા તેણે તાકીદે જાણ કરતા ગાંધીગ્રામ પોલીસે બાળકને લઇ આવ્યા હતા. અને તેના પરિવારજનોને સોંપ્યો હતો.

(3:55 pm IST)