Gujarati News

Gujarati News

News of Saturday, 2nd November 2019

આ મારું માથુ છે...ડરે એને સૌ ડરાવે...આવા બેનર પહેરીને નીકળેલા કાર્યકરને પણ ૫૦૦નો ચાંદલો

પોલીસ કમિશનર અને રૂરલ એસપી કચેરી પાસે જ અટકાવાયાઃ એક પોલીસમેન ચેકીંગ ટીમમાં સામેલ ન હોવા છતાં કાર્યકરોને ન કહેવાનું કહી દીધું!

શહેરી વિસ્તારમાં પણ ફરજીયાત હેલ્મેટના કાયદાનો આમ તો નેવુ ટકા ટુવ્હીલર ચાલકો વિરોધ કરી રહ્યા છે. પરંતુ કોઇ પાસે કાં તો વિરોધ કરવાનો સમય નથી, કાં તો કાયદાનું મને-કમને દંડના ડરથી પાલન કરી રહ્યા છે. શહેરમાં કેટલાક નાગરિકો  ટુવ્હીલર હંકારતી વખતે માથે હેલ્મેટ પહેરવાને બદલે ગળામાં 'આ માથુ મારુ છું, હેલ્મેટ નહિ પહેરું...ડરે તેને સોૈ ડરાવે' એ પ્રકારના બેનર લટકાવીને ફરી રહ્યા છે અને હેલ્મેટના કાયદાનો સખ્ત વિરોધ કરી રહ્યા છે. આવા જ બે કાર્યકર આજે બપોરે પોલીસ કમિશનર કચેરી અને રૂરલ એસપી કચેરી વચ્ચેના ભાગે પોલીસની ચેકીંગ ટીમની નજરે ચડી જતાં અટકાવાયા હતાં અને તેની પાસે રોકડા ન હોય ફોટો પાડી લેવાયો હતો. બંને કાર્યકરોએ પોલીસની કાર્યવાહીમાં પુરતો શાંતિપૂર્વક સહયોગ આપી દંડ ભરવા પોતે રાજી છે, પણ હેલ્મેટ તો નહિ જ પહેરે તેવું સ્પષ્ટ કહ્યું હતું. ત્યારે એક અન્ય પોલીસમેન પસાર થયા હતાં અને ચેકીંગ કાર્યવાહી સાથે કંઇ લેવા દેવા ન હોવા છતાં ઉભા રહી ગયા હતાં અને બંને કાર્યકરોને ન કહેવાના શબ્દો કહી દેકારો મચાવ્યો હતો.

(3:52 pm IST)