Gujarati News

Gujarati News

News of Saturday, 2nd November 2019

હવે રાજકોટનું નવુ એરપોર્ટ બાંધવા દિલીપ બિલ્ડકોનને કોન્ટ્રાક્ટ: અઢી વર્ષમાં 570 કરોડના ખર્ચે કામ પૂર્ણ કરશે

હિરાસર એરપોર્ટ આડે વધુ એક વખત અંતરાય દૂર કરાયો

રાજકોટ : વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદીએ 2017માં આ એરપોર્ટનું ખાતમુહૂ્ર્ત કર્યુ હતુ. હીરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટનું કામ ફરીથી શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. એરપોર્ટનું કામ રિલાયન્સ ઈન્ફ્રાને મળ્યુ હતુ. જોકે કંપનીએ સમયસર જરૂરી રકમ ન ભરતા કોન્ટ્રાક્ટ રદ કરાયો હતો. રાજકોટનું નવુ એરપોર્ટ બાંધવા માટે દિલીપ બિલ્ડકોનને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે.

   ભોપાલની કંપની દિલીપ બિલ્ડકોનને કોન્ટ્રાક્ટ અપાયો છે.આ કંપનીને 30 મહિનામાં 570 કરોડના ખર્ચે કામ પૂર્ણ કરવાનું રહેશે. રાજકોટ માટેના અત્યંત મહાત્વાકાંક્ષી એવા હિરાસર એરપોર્ટ આડે વધુ એક વખત અંતરાય આવ્યો છે. આ ગ્રીનફિલ્ડ એરપોર્ટના પ્રથમ તબક્કાના બાંધકામ માટે અનિલ અંબાણીની રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીને કોન્ટ્રાકટ અપાયેલો, પરંતુ એ કંપની કામ શરુ જ નહિ કરી શકતાં તેનો કોન્ટ્રાકટ રદ્દ કરીને હવે નવેસરથી ટેન્ડરિંગ કરવાની નોબત આવી પડી હતી. આના લીધે, એરપોર્ટનું કામ પાછું ઠેલાયું હતુ

વિધાનસભા ચૂંટણી વખતે ઓક્ટોબર- 2017માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હિરાસર એરપોર્ટનું ખાતમુહૂર્ત કર્યું હતુ. કામ ચાલુ નહિ થતાં અનેક અટકળો વહેતી થઈ હતી. તેમાં હવે એક ચર્ચા એવી પણ ઊઠી છે કે ફલાઈટના લેન્ડિંગ પથમાં જ ચોટીલા ડુંગરની ઊંચાઈ નડતી હોવાથી મોટી અવઢવ ઊભી થઇ હોવાની પણ ચર્ચા હતી

(2:00 pm IST)