Gujarati News

Gujarati News

News of Saturday, 2nd November 2019

પ્રા.ડો.દિપક મશરૂની એપ્લીકેશનને ગૂગલ આસીસ્ટન્ટ દ્વારા માન્યતા

અંગ્રેજી વ્યાકરણ શીખવું સાવ સરળ બન્યુ.

રાજકોટ,તા.૧:રાજકોટની મારવાડી યુનિવર્સિટીના અંગ્રેજીના પ્રાધ્યાપક ડો. દિપક મશરૂ દ્વારા ડેવેલપ કરાયેલી અંગ્રેજી વ્યાકરણની એપ્લિકેશન ને ગૂગલ આસિસ્ટન્ટ દ્વારા માન્યતા મળી છે.

આ એપ્લીકશન વિષે વાત કરતા ડો. મશરૂએ અકિલાને જણાવ્યું હતું કે આ એપ્લીકશન સામાન્ય મોબાઇલ એપ્લીકશન થી અલગ પ્રકારની છે કારણ કે તેને ચલાવવા માટે ડાઉનલોડ કરવા ની જરૂર પડતી નથી. માત્ર ગૂગલ આસિસ્ટંટમાં ‘Talk to English Grammar Skills’ બોલતા આ એપ્લિકેશન શરુ થઇ જાય છે અને ૧૦૦૦ થી વધારે અંગ્રેજી વ્યાકરણ ના પ્રશ્નો ની કિવઝ દ્વારા અંગ્રેજી શીખવા ઇચ્છુક વ્યકિત નું જ્ઞાન તપાસે છે. આ એપ્લીકશન ની મદદ થી વિદ્યાર્થી ને અંગ્રેજી શીખવામાં સરળતા રહે છે કારણ કે આ એપ્લિકેશનમાં જોવાની , સાંભળવાની અને બોલવાની પ્રક્રિયાઓ એક સાથે થાય છે અને જેથી વિદ્યાર્થી ને અંગ્રેજી બોલવાનો કાલ્પનિક ડર દૂર થતા તેમના માં આત્મવિશ્વાસ વધે છે.

ડો. મશરૂ એ આ અગાઉ અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ પ્રાપ્ત કરવા માટે ની અન્ય ત્રણ મોબાઈલ એપ્લિકેશન્સ જેવી કે Everyday English, I Speak, અને MobiClass લોન્ચ કરેલ છે. જેમાં MobiClass એપ્લિકેશન માટે ગુજરાતના  મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ પત્ર દ્વારા ડો મશરૂ ન અભિનંદન પાઠવી પ્રોત્સાહિત કર્યા હતા.

(1:10 pm IST)