Gujarati News

Gujarati News

News of Saturday, 2nd November 2019

લાખાજીરાજ રોડ પર દિવાળીની ખરીદી વખતે નિશાબેન ધારવાના પર્સની ચોરી

એ-ડિવીઝન પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી

રાજકોટ તા. ૨: રેસકોર્ષ રીંગ રોડ પર આયકર ગૃહવાટિકા કવાર્ટર ૧૭ ટાઇપ-૨ બ્લોકમાં રહેતાં નિશાબેન કિરણકુમાર ધારવા (ઉ.વ.૨૮)નું રૂ. ૫૪૦૦ની મત્તા સાથેનું પર્સ ૨૩/૧૦ના સાંજે છએક વાગ્યે લાખાજીરાજ રોડ પરથી ચોરાઇ જતાં એ-ડિવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ શૂ કરી છે.

નિશાબેન દિવાળીના તહેવારની ખરીદી કરવા માટે પોતાના મામાના દિકરી પારૂલબેન  ચોૈહાણ સાથે લાખાજીરાજ રોડ પર ગયા હતાં. સાંજે છએક વાગ્યે બાલાજી સેન્ડવીચ નજીક બંને ખરીદી કરતાં હતાં ત્યારે નિશાબેનનું નાનુ પર્સ કે જે તેમણે પારૂલબેનના મોટા પર્સની અંદર મુકયું હતું તે કોઇ નજર ચુકવી ગિરદીનો લાભ ઉઠાવી ચોરી ગયું હતું. તેમાં રોકડા રૂ. ૭૦૦, ૪ હજારનો મોબાઇલ, પેન ડ્રાઇવ, બેંક ઓફ બરોડાનું એટીએમ સહિત ૫૪૦૦ની મત્તા હતી. પીએસઆઇ વી.એમ. ડોડીયાએ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

(1:09 pm IST)