Gujarati News

Gujarati News

News of Saturday, 2nd November 2019

પેન્ટાગોન-કોઝી કોર્ટયાર્ડમાં જલાબાપાનું જીવનચરિત્ર લોકસાહિત્યની વાણીમાં રજૂ થશે

પેન્ટાગોન - કોઝીના ૧૫ રઘુવંશી પરિવારો દ્વારા કંઈક નવતર આયોજન : બાપાને ૨૨૦ કિલો બુંદી ગાંઠીયાનો થાળ ધરાશે : ભાવિકો મહાઆરતી-મહાપ્રસાદનો લાભ લેશે

રાજકોટ, તા. ૨ : શહેરના અંબિકા ટાઉનશીપ રોડ ઉપર સ્પીડવેલ પાર્ટી પ્લોટ સામે આવેલ પેન્ટાગોન - કોઝી ખાતે ૧૫ રઘુવંશી પરીવાર દ્વારા જલારામ જયંતિએ આગવુ અનોખુ આયોજન થયુ છે. પૂ.જલારામબાપાના જીવનચરિત્ર લોકસાહિત્યની વાણીમાં પ્રસ્તુત થશે. સાથેસાથે ભાવિકો બુંદી, ગાઠીયા, રોટલા-રોટલી, રીંગણાનું શાક, કઢી ખીચડી સંભારાના મહાપ્રસાદનો લાભ લેશે. જલાબાપાને ૨૨૦ કિલો બુંદી ગાઠીયાનો થાળ ધરાશે.

રઘુવંશી આગેવાનોએ જણાવ્યુ હતું કે સંત શિરોમણી પૂ.જલારામબાપાની ૨૨૦મી જયંતિની તડામાર તૈયારી આખા વિશ્વમાં સદાવ્રતનો મહિમા જગાડનાર એવા જલારામબાપાએ આપેલા આર્શીવાદ 'દેને કો ટુકડા ભલા લેને કો હરિનામ' આ વાતને ખરા અર્થમાં સાર્થક કરશે.

પેન્ટાગોન - કોઝી કોર્ટયાર્ડમાં રઘુવંશી પરીવારના રઘુવંશીઓ જલારામ બાપાની જયંતિએ કંઇક નવું કરવાની અને આવનારી પેઢીને બાપાના જીવન ચરિત્રમાંથી ભકિત, શકિત અને અન્નદાનનો ખરા અર્થે મહિમા સમજાવશે. લોકસાહિત્યકારની શૈલીમાં શાસ્ત્રીજી રાકેેશભાઈ ભટ્ટ (ભટ્ટજી) અને સાથે જલારામ બાપાના ભજન અને સંગીતના સથવારે સાથ પૂરાવશે. દેશ-વિદેશમાં નામ ધરાવતા ખ્યાતનામ કલાકાર શ્રી પ્રદિપભાઈ કક્કડ, કાજલ ગજ્જર અને ઓરકેસ્ટ્રામાં સાથ આપશે જનક દવે (સાઉન્ડ સિસ્ટમ).

આશરે ત્રણ હજાર જલારામ ભકતો મહાઆરતી પછી પ્રસાદ ગ્રહણ કરશે. મોટા મૌવા વિસ્તારમાં પેન્ટાગોન, કોઝી કોટયાર્ડ, ઈશાન ફલેટ, જીવરાજનગરી, જીવરાજ રેસીડેન્સી, જીવરાજ ટાઉનશીપ, જીવરાજ પાર્ક બેંગ્લોઝ, કસ્તુરી બંગ્લોઝ, કસ્તુરી કાસલ-૧, કસ્તુરી કાસલ-૨ અને કસ્તુરી જેવા અન્ય સોસાયટીના જલારામ ભકતો જોડાશે.

આયોજનને સફળ બનાવવા ધર્મેશભાઈ વસંત, વિનુભાઈ જીમુડીયા, વિમલભાઈ કારીયા, બિમલભાઈ કોટેચા, રસેશભાઈ કારીયા, હેમેન્દ્રભાઈ ઠકરાર, પરાગભાઈ કારીયા, કેવલભાઈ વસંત, નીરવ રાડીયા જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)

(1:08 pm IST)