Gujarati News

Gujarati News

News of Saturday, 2nd November 2019

ભથ્થા-ભરતી-હકક રજા મામલે વીજ કંપનીનાં કર્મચારીઓનુ આંદોલનઃ દેખાવો-ધરણા

સાતે'ય કંપનીનાં પપ૦૦૦ થી વધુ કર્મચારીઓ જોડાયા

રાજકોટ તા. ર :.. ગુજરાત ઉર્જા વિકાસ લી. અને તેની સાતેય કંપનીઓમાં ફરજ બજાવતા પપ૦૦૦ થી વધુ કર્મચારીઓ અને અધિકારીઓના સામુહિક લાભો જેવા કે સાતમાં વેતન પંચની અમલવારી પછી મળવાપાત્ર એચ.આર.એ. અને એલાઉન્સ એપ્રિલ-ર૦૧૬ થી ચુકવી આપવા જીએસઓ -૪ મુજબ સ્ટાફ મંજૂર કરી તાત્કાલીક ભરતી કરવી, હાલની મેડીકલ સ્કીમ સુધારવી. હકક રજાના પૈસા રોકડમાં ચૂકવી આપવા, નોન ટેકનીકલ કેડરમાં સીધી ભરતી બંધ કરી ખાતાકીય કર્મચારીઓને પ્રમોશન આપવા. ટેકનીકલ કર્મચારીઓને જોખમી કામગીરીની સામે રિસ્ક એલાઉન્સ આપવું તે સહિત અનેક માગણીઓ કરેલ પરંતુ છેલ્લા ર વર્ષથી વધુ સમયથી કોઇ સકારાત્મક નિરાકરણ  નહિ આવતા આખરે અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ અને જીઇબી એન્જીનીયર એસોસીએશન દ્વારા સંયુકત લડત કરવાની નોટીસ આપવામાં આવેલ પરંતુ નિયત કરેલ સમયમર્યાદામાં મેનેજમેન્ટ તરફથી કોઇ મીટીંગ કે ચર્ચા નહિ થતા આખરે નિર્ધારિત આંદોલનના કાર્યક્રમ મુજબ આજરોજ સાતેય કંપનીઓની નિગમિત કચેરીઓ, સર્કલ ઓફીસ, ડીવીઝન ઓફીસ, તમામ પાવર સ્ટેશન અને જેટકોની કચેરી અને હેડ ઓફીસ વડોદરા સામે સુત્રોચ્ચાર કરવામાં આવેલ અને ખૂબ મોટી સંખ્યામાં કર્મચારીઓ અને અધિકારીઓ જોડાયા હતા અને પોતાનો વિરોધ પ્રદર્શિત કરેલ હતો.

વીજ કર્મચારીઓ દ્વારા ખુબ વિપરીત સંજોગો પુર, વાવઝોડા અને ધરતીકંપમાં પણ ગુજરાતની પ્રજાને એક સૈનિકની માફક હંમેશા અવિરત વીજ પુરવઠો પુરો પાડવા કામગીરી  કરેલ છે અને જીવના જોખમે ગુજરાતની પ્રજાની સેવા કરેલ છે અને આવી યશસ્વી કામગીરી થકી સમગ્ર ભારતમાં ગુજરાતની વીજ કંપનીએ પ્રથમ સ્થાન ધરાવે છે. પરંતુ આજે વીજ કર્મચારીઓની ન્યાયીક  માગણીઓ અને હકકો માટે મેનેજમેન્ટ સામે લડત કરવી અનિવાર્ય હોય આવા સંજોગોમાં ગુજરાતની પ્રજાની લાગણી અને સમર્થનની અપેક્ષા વીજ કર્મચારીઓ રાખી રહ્યા છે.

ગઇકાલે સુત્રોચારના કાર્યક્રમ સમગ્ર ગુજરાતના મુખ્ય શહેરો-રાજકોટ, વડોદરા, સુરત, મહેસાણા કે જયાં હેડ ઓફીસો આવેલ છે ત્યાં અને તમામ કંપનીઓની વિભાગીય કચેરીઓ, તમામ જીલ્લા લેવલે સર્કલ ઓફીસો તમામ પાવર સ્ટેશન અને જેકટોની ઓફીસમાં કરવામાં આવેલ હતા ખાસ કરી પીજીવીસીએલના તમામ જીલ્લા મથકે જામનગર, ભાવનગર, ભુજ, મોરબી,  જુનાગઢ, અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર, પોરબંદર સહિત સુત્રોચાર કરવામાં આવેલ અને મોટી સંખ્યામાં કર્મચારીઓ જોડાયા હતાં.

ગુજરાતભરમાં આ કાર્યક્રમના અનુસંધાને કુલ ૧૦૦ થી વધુ સ્થાનો ઉપર સફળ કાર્યક્રમ થયેલ જેમાં દિવાળીની રજાઓ પછીના પ્રથમ દિવસ હોવા છતાં કુલ ર૩૦૦૦ થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓએ હાજરી આપેલ હતી અને સુત્રોચારના કાર્યક્રમને ભવ્ય સફળતા મળેલ છે અને આગામી કાર્યક્રમો માટે પણ જબરો ઉત્સાહ વીજ કર્મચારીઓ અને અધિકારીઓમાં જોવા મળેલ હતો.

આવા સફળ કાર્યક્રમ માટે ગુજરાત ઉર્જા સયુંકત સંકલન સમિતિ એજીવીકે એસ.  અને જીબીયાના બળદેવ એસ. પટેલ, બી. એમ. શાહ, ગીરીશભાઇ જોશી, આર. બી. સાવલીયા, મહેશ એલ. દેશાણી, વગેરે હોદેદારોએ જહેમત ઉઠાવી હતી.

(1:03 pm IST)