Gujarati News

Gujarati News

News of Saturday, 2nd November 2019

સંત શ્રી જલારામ બાપાઃ એક આદર્શ વ્યકિતત્વ

માણાવદરઃપુજય શ્રી જલારામ બાપાની ૨૨૦મી જન્મજયંતી ઉજવવામા આવનાર છે. દેનેકો ટુકડા ભલા લેનેકો હરીનામ ના સુત્ર ને ચરિતાર્થ કરનાર શ્રી 'જલારામ ભગત'નો જન્મ ૪ નવમ્બર ૧૭૯૯ (કારતક સુદ સાતમ, વિક્રમ સંવત ૧૮૫૬) માં 'વીરપુર'ગામ જે રાજકોટ જિલ્લામાં લોહાણા જ્ઞાતિના ઠક્કર કુળમા માતા રાજબાઈ અને પિતા પ્રધાન ઠક્કરનાં દ્યરે થયો હતો. તેમની માતા ધાર્મિક મહિલા હતાં. સાધુ-સંતોની ખૂબ સેવા કરતાં હતાં. તેમની સેવાથી પ્રસન્ન થઈ સંત રદ્યુવીરદાસજીએ આશીર્વાદ આપ્યા કે તેમનો બીજો પુત્ર 'જલારામ'ઈશ્વર તથા સાધુ સંતોની ભકિતની સેવા કરી પ્રખ્યાત થશે.

'જલારામ બાપા'નો મુખ્યમંત્ર 'જન સેવા એ જ પ્રભુ સેવા'હતો. આ મંત્રને પોતાનાં જીવનમાં ચરિતાર્થ કરનાર બાપાનું જીવનકર્મ અને સેવાકીય પ્રવૃતિ જ મુખ્ય સાધના હતી. નવધા ભકિતમાંથી 'પ્રેમ ભકિત'મુખ્ય હતી. તેઓ કહેતાં કે, 'હજારો ભૂલો પછી પણ તમે તમારી જાતને પ્રેમ કરો છો. તો પછી બીજાની એક ભૂલ માટે શા માટે નફરત કરો છો?  આ ખૂબ જ ગહન ચિંતનની વાત સાવ સરળ શબ્દોમાં સામાન્ય લોકોને સમજાવી અને સાર્થક પણ કરી બતાવી. ઈ.સ.૧૯૩૪માં આવેલા ભયંકર દુકાળમાં વીરબાઈ અને બાપાએ ૨૪ કલાક લોકોની સેવા કરી અને જમાડયાં. આ સમયે દરેકને આશ્ચય હતું કે, આ કેવી રીતે શકય બને. પરંતુ તેમણે કહ્યું કે, 'આ પ્રભુની ઈચ્છા છે તેમનું કામ છે. પ્રભુને કામ સોંપ્યું છે તો તે જ હવે જોશે કે દરેક વ્યવસ્થા ખૂબ સારી રીતે થાય.'

એક સમયે હરજી નામનો એક દરજી તેમના પિતા ના પેટના દર્દ ની ફરિયાદ લઇને આવે છે. જલારામ બાપાએ પ્રભુ ની પ્રાથના કરીને તેમનુ દર્દ નુ ઇલાજ કર્યો. તેઓ બાપાના ચરણે પડી ગયા અને 'બાપા' કહી ને સંબોધન કર્યુ ત્યારથી નામ જલારામ બાપા  પડી ગયુ.

આજે આપણે આધુનીક થયા છીએ. વિજ્ઞાન અને ટેકનોલોજી અપનાવી છે. આધુનીક વસ્તુઓ સ્વીકારી છે પરંતુ આધુનીક વિચારોને અપનાવ્યા નથી.  બાપા તે સમય મા પણ આધુનીક વિચારો ધરાવતા હતા.  તેમની જન્મજયંતી નિમિતે તેમના વ્યકિતત્વ ને આપણા જીવનમા ઉતારવાનો પ્રયત્ન કરિએ તો મને લાગે છે કે, સાચા ભાવથી ઉજવણી કરી ગણાશે.

જલારામબાપા એ સંસાર મા રહીને ભકિત કરી છે.ગૃહસ્થી ધર્મને શ્રેષ્ઠ ગણાવ્યો છે. ભકિત અને સેવા દ્યરસંસાર સાથે રહીને પણ કરી શકાય છે એ વાત સમજાવવા માટે  જલારામ બાપા શ્રેષ્ઠ ઉદાહરણ છે. પરીવર્તન જરુરી છે અને બાપા પણ પરીવર્તન મા માનતા હતા. આજે પરીવર્તનમાં એટલે વિચારો બદલવા એવો અર્થ કરી નાખ્યો છે. હકીકતમા  વિચારો બદલવાની જરુર નથી પણ કામ કરવાની રીત બદલવાની જરૂર છે. બાપાએ દ્યરસંસાર સંભાળીને સેવા ધર્મ નિભાવ્યો હતો.

એકવાર ભગવાન એમની કસોટી કરવા સાધુ બનીને આવ્યા હતા. અને બાપા પાસે સેવા અર્થે તેમની પત્નિ માંગણી કરી હતી. બાપાએ વીરબાઇમા ને વાત કર્યા વિના સાધુની માંગણી સ્વીકારી હતી અને પછી વીરબાઇમાને વાત કરી ત્યારે તેમણે કહ્યુ, 'તમે મને પુછવા શુ કામ આવ્યા? તમે જે નિર્ણય કર્યો હશે તે યોગ્ય જ હશે. આ દ્યટના આપણને શીખવેછે વિશ્વાસ. આજના સમયમા પતિ-પત્નિને એકબીજા પ્રત્યે કેટલો વિશ્વાસ છે તે એક વિચારવા જેવી બાબત છે.

જલારામબાપાને કોઇ દિકરો ન હતો, એક દિકરી હતી જમનાબાઇ. સમજવાની વાત એ છે કે તેમણે દિકરીના સંતાનોને પોતાના વારસદાર બનાવ્યા હતા. આવા આધુનીક વિચારો બાપા તે સમયમા ધરાવતા હ્રતા. એક આજનો સમય છે કે દિકરી બચાવવાની વાતો સાંભળવા મળે છે. અત્યારે લોકોએ માત્ર આધુનિક વસ્તુઓ સ્વીકારી છે, આધુનિક વિચારો નહી. કોઇ વ્યકિતના જીવન ચરિત્ર વિશે જાણવુ અને તેમના વ્યકિતત્વ ને આચરણમા મુકવુ બન્ને જૂદી વાત છે.

વાર-તહેવારે માત્ર પોતાનુ ના વિચારતા દીનદુખીયા લોકોની પ્રત્યે સેવાભાવ દાખવવો જોઇએ. 'અન્નનો ટુકડો ત્યા હરી ઢુકડો' એ બાપાની વિચારસરણી હતી. આજે પણ બાપા પોતાના ભકતોની મનોકામના પુર્ણ કરે છે.

જલારામ બાપાના જીવનચરિત્ર પરથી એટલુ કહી શકાય કે, કોઇ ભૂખ્યાના તનને શાંતી આપનારના મનને શાંતી આપોઆપ મળી જાય છે. અને, જીવનમા જયા કયાય પણ તમને શાંતી અને વિશ્રામની અનુભૂતિ થાય, નક્કી માનો, ત્યા સત્ય તમારી નજીકમા જ હશે.

અંત મા એટલુ જરુરથી કહી શકાય કે,પંછી પાની પીને સે દ્યટે ન, સરિતા નીર ઘરમ કીયે ધન નવ ઘટે સહાય કરે રઘુવીર

(11:34 am IST)