Gujarati News

Gujarati News

News of Saturday, 2nd November 2019

૧૨૪ મામલતદારોની બદલી

જામકંડોરણાના અપારનાથી, પાલીતાણાના ભગોરા, ધોરાજીના હુબડા, પોરબંદરના સાવલિયા, મોરબીના જાડેજા બદલાયાઃ વાંકાનેરમાં પાદરિયા, ઉપલેટામાં મહાવદિયા, જૂનાગઢમાં ચૌહાણ, લીલીયામાં કુબાવત, રાજકોટ ગ્રામ્યમાં કથીરિયાની નિમણૂકઃ પી.એલ. ગોઠી ચોટીલામાં, બી.એમ. જાદવ કોટડાસાંગાણીમાં: રાજકોટ બીનખેતીના નવા મામલતદાર તરીકે ગાંધીનગરના આઈ.જી. ઝાલા

રાજકોટ, તા. ૨ :. રાજ્ય સરકારે ગઈકાલે લાભ પાંચમની સાંજે ૧૨૪ મામલતદારોની બદલી કરી છે. મહેસુલ વિભાગના નાયબ સચિવ શ્રી દિલીપ ઠાકરની સહીથી હુકમ બહાર પાડવામાં આવ્યા છે. જેમાં સૌરાષ્ટ્ર-કચ્છને સ્પર્શતા ફેરફારો નીચે મુજબ છે.

અમરેલીના આર.આર. પાદરિયાને વાંકાનેરમાં, કચ્છ ચૂંટણી વિભાગના એસ.પી. ચમારને બનાસકાંઠાના સુઈમાં, મૂળીના હાર્દિક ડામોરને ધોળકામાં, લખપતના વી.ઓ. પટેલને બેચરાજીમાં, પાટડીના પી.એસ. ખરાડીને જામકંડોરણા, જામકંડોરણાના એચ.આર. અમરનાથીને અમરેલી, પાલીતાણાના એચ.બી. ભગોરાને પાટડી, સાયલાના જી.એમ. મહાવદિયાને ઉપલેટા તથા ઉપલેટાના કે.બી. સોલંકીને બાયડ, બોટાદના કે.ટી. જોલાપરાને ધોરાજી, ધોરાજીના એમ.એન. હુબડાને સાણંદ, સુરેન્દ્રનગર ચૂંટણી શાખાના એ.બી. જાદવને એટીવીટી સેલ ગાંધીનગર, મોરબી ચૂંટણી શાખાના ડી.જે. જાડેજાને મોરબી ગ્રામ્યમાં, તળાજાના ઝેડ.વી. પટેલને આણંદમાં અને જૂનાગઢ શહેરના કે.એસ. પટેલને પાટડીમાં મામલતદાર તરીકે મુકવામાં આવ્યા છે.

રાજુલાના એન.એમ. ચૌહાણને ઓલપાડ, બાયડના એન.એચ. પરમારને સુરેન્દ્રનગર શહેર, ખંભાળિયાના કે.એમ. કથીરિયાને રાજકોટ ગ્રામ્યમાં, રાજકોટ પ્રોટોકોલના એ.આર. ચાવડાને પોરબંદર શહેર, જૂનાગઢ ગ્રામ્યના આર.એસ. વરીયાને વડોદરા ઉત્તરમાં, અમરેલીના એન.એચ. રામને માણાવદર, સુરેન્દ્રનગર શહેરના પી.એ. ગોહિલને માળીયાહાટીનામાં, પોરબંદર ચૂંટણી શાખાના જે.એલ. પટેલને ડાંગમાં, ભરૂચના એ.બી. મંડોરીને અંજારમાં, બોટાદના વી.કે. પીપલીયાને મણીનગર અમદાવાદમાં, પોરબંદર શહેરના જે.આર. હીરપરાને લોધીકામાં, રાજકોટ કલેકટર કચેરીના પી.આર. એસ.સી. તન્નાને જસદણમાં અને બોટાદ ચૂંટણી શાખાના એસ.વી. પટેલને મુળી મામલતદાર તરીકે નિમણૂક આપવામાં આવી છે.

જૂનાગઢ કલેકટર કચેરીના પીઆરઓ એ.બી. ભટ્ટને પાલીતાણા, કચ્છના પીઆરઓ પી.બી. કરગથીયાને સાયલા, મહિસાગરના આર.ડી. મલેકને બોટાદ, ગીર સોમનાથના જે.જે. કનોજીયાને તળાજા, જૂનાગઢ ડીઝાસ્ટર મેનેજમેન્ટના એચ.વી. ચૌહાણને જૂનાગઢ શહેરમાં, જામનગર પ્રોટોકોલના કે.આર. ગઢીયાને રાજુલા, ડીસાના એન.એલ. ડામોરને અબડાસા, રૂડાના કે.જી. લુક્કાને ખંભાળિયા, માણાવદરના આર.ડી. અઘારાને જૂનાગઢ ગ્રામ્ય, જામનગર ગ્રામ્યના બી.જી. પરમારને વિસનગર, બોટાદના એન.એચ. જાંબુકીયાને ગઢડા, ધ્રાંગધ્રાના કે.એચ. સેરસીયાને બોરસદ, ગાંધીનગર ડીઝાસ્ટર મેનેજમેન્ટના ડી.એ. પંચાલને જેતપુર, પોરબંદરના બી.જે. સાવલિયાને પોરબંદર ગ્રામ્ય, ગાંધીનગર રાહત નિયામક કચેરીના પી.એલ. ગોઠીને ચોટીલા, જામનગરના પીઆરઓ કે.કે. કરમટાને જામનગર ગ્રામ્યમાં, દ્વારકા ચૂંટણી શાખાના વી.એચ. બારહટને ઓખા મંડલ, અમરેલીના બી.એચ. કુબાવતને લીલીયા, અમરેલીના એચ.જે. ડોડીયાને વડીયા, જૂનાગઢના અધિક ચિટનીસ કે.કે. પંડયાને વંથલીમાં નિમણૂક આપવામાં આવી છે.

જામનગર ડીઝાસ્ટર મેનેજમેન્ટના ડી.એમ. જાદવને કોટડાસાંગાણી, સુરેન્દ્રનગર અછતના હેતલ વસીયાને પીઆરઓ ખેડા, કચ્છના અછતના બી.એચ. ઝાલાને મામલતદાર ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર અધિક ચિટનીસ એલ.એન. ઘેલાણીને રાણાવાવ, ગાંધીનગરના પીઆરઓ આઈ.જી. ઝાલાને રાજકોટમાં બીનખેતી મામલતદાર તરીકે નિમણૂક આપવામાં આવી છે. લીંબડીના પી.એચ. શાહને ધોલેરા, ધોલેરાના એમ.એ. ઝાલાને લીંબડી મામલતદાર તરીકે બદલવામાં આવ્યા છે.

(10:38 am IST)