Gujarati News

Gujarati News

News of Saturday, 2nd November 2019

દિવાળી તહેવારમાં ત્રણ હજાર મુલાકાતીઓએ મહાત્મા ગાંધી મ્યુઝિયમની મુલાકાત લીધી

ઓકટોબર માસમાં કુલ ૮,૩૧૦ તથા કુલ ૧૩ માસમાં ૧,રર,પ૦૭ મુલાકાતીઓએ મહાત્મા ગાંધી મ્યુઝિયમની મુલાકાત લઇ અભિભુત થયા

રાજકોટ તા. ૧: મહાનગરપાલિકા દ્વારા પુજય રાષ્ટ્રપિતા મોહનદાસ ગાંધીજીએ જે શાળામાં અભ્યાસ કરેલ તે મોહનદાસ ગાંધી વિદ્યાલય ઐતિહાસીક સ્થળે ''મહાત્મા ગાંધી મ્યુઝિયમ'' બનાવવામાં આવે છે. આ મ્યુઝિયમમાં મોહનદાસ ગાંધીના વિદ્યાર્થીકાળના સંસ્મરણો, જીવનચરિત્રો, દાંડી યાત્રાનો ડાયોરમાં, જીવનકાર્યો તથા આદર્શોનેઢ વર્ણન કરતા ચલચિત્ર, કટઆઉટસ, ડીજીટલ સ્ક્રીન, થિએટર, મોશન અને એનિમેશન ગ્રાફિકસ, વિડીયો વોલ, મોન્યુમેન્ટલ લાઇટીંગ, ૩ડી લેઝર શો વિ.ના ઉપયોગ દ્વારા પ્રાર્થના રૂમ તેમજ વિવિધ રૂમ બનાવવામાં આવેલ છે. મ્યુઝિયમમાં ગ્રાઉન્ ફલોરમાં ગાંધીજીના જીવનચરિત્ર તેમજ કાર્યો વિશે તેમજ પ્રથમમાળે ગાંધીજીના વિવિધ સિધ્ધાંતો વિશે મુલાકાતીઓને માહિતગાર કરવામાં આવે છે.

મહાત્મા ગાંધી મ્યુઝિયમ શરૂ થયાના ૧૩ (તેર) માસમાં જ વિવિધ ૩૦ થી વધારે દેશના કુલ-૪રપ વિદેશી મુલાકાતીઓ સહિત કુલ-૧,રર,પ૦૭ મુલાકાતીઓએ મ્યુઝિયમની મુલાકાત લીધેલ છે. તેમજ દીવાળીના તહેવાર દરમિયાન ૧ર વિદેશી મુલાકાતીઓ સહિત કુલ-૩,૦૭૯ મુલાકાતીઓએ મ્યુઝિયમની મુલાકાત લીધેલ છે.

મહાત્મા ગાંધી મ્યુઝિયમમાં ગાંધીજીના વિવિધ સિધ્ધાંતો અને આદર્શો દર્શાવતો ''લાઇટ એન્ડ સાઉન્ડ શો'' દરરોજ સાંજે ૭-૩૦ કલાકે પ્રદર્શીત કરવામાં આવે છે. મ્યુઝિયમ પરિસરમાં મુલાકાતીઓ માટે વિશાળ પાર્કીંગ, ગાર્ડન, લાયબ્રેરી, શોવિનિયર શોપ, કલોક રૂમ, ફૂડ કોર્ટ, મ્યુઝિયમ ગાઇડ, હેલ્પ-ડેસ્ક સહિતની સુવિધાઓ મહાનગરપાલિકા દ્વારા ઉપલબ્ધ કરવામાં આવેલ હોઇ, ઐતિહાસિક મ્યુઝિયમની અચુક મુલાકાત લેવા મ્યુઝિયમ પ્રોજેકટ મેનેજર શ્રી ધોણીયાએ જાહેર જનતાને અનુરોધ કરવામાં આવે છે.

(3:52 pm IST)