Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

યુનિવર્સિટીમાં સ્પીપા દ્વારા પરીક્ષાની કાર્યવાહી

 રાજકોટ :  કેરીયર કાઉન્સેલીંગ સેલ, કેરીયર કાઉન્સેલીંગ ડેવલોપમેન્ટ સેન્ટર તથાસ્પીપાના સંયુકત ઉપક્રમે ગ્રેજયુએટ થયેલા વિદ્યાર્થીઓને યુ.પી.એસ.સી તથા જી.પી.એસ.સી. વર્ગ-૧ અને ર ની પરીક્ષાઓની સચોટ તૈયારી કેવી રીતે કરી શકાય તે સંદર્ભે શૈલેષભાઇ સગપરીયા મારયત રાજય સરકારના માધ્યમથી સ્પીપા કેન્દ્રમાં ઉપલબ્ધ સુવિધાઓ, તજજ્ઞો અને સ્પર્ધાત્મક પરીક્ષા અંગેની સામગ્રી તથા રાજય સરકાર દ્વારા પૂ રુ પાડવામાં આવતું સ્ટાઇફન અંગેની માહીતી સાથ સ્પીપા એડમિશન કેવી  રીત ેમેળવી  શકાય  અને તે અંગેની પ્રવેશ પરીક્ષા વિષયક વિદ્યાર્થીઓને માહિતગાર કરેલ હતા. સગપરીયાએ સ્પીપા અમદાવાદની જ્ઞાન સભર લાયબ્રેરીનો ઉલ્લેખ કરી જણાવેલ કે સોૈરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં સીસીડીસીના છાત્રો માટે પપ આ પ્રકારની લાયબ્રેી તૈયાર થઇ રહી છે, ત્યારે સોૈરાષ્ટ્ર વિસ્તારના વિદ્યાર્થીઓને યુ.પી.એસ.સી. તથા જી.પી.એસ.સી કક્ષાની પરીક્ષામાં  સફળતા મેળવવા માટે સરકારશ્રીના માધ્યમથી અનેક પ્લેટ ફોર્મ ઉભા કરેલ છે. તેનો લાભ વિદ્યાર્થીઓ અ ેલેવો જોઇએ અને સ્માર્ટ વર્ક મારફત હાર્ડવર્ક કરી આસાનીથી પરીક્ષામાં સફળ થઇ શકાય તે માટે ઘરેબેઠા યુ ટયુબચેનલ મારફત ભારત એક ખોજ, પ્રધાનમંત્રી, સંવિદ્યાન જેવી ટીવી સીરીયલોનાએપીસોડ થકી ઈતિહાસ, સંવિદ્યાન, પોલીટી વગેરે વિષયો સમક્ષ્મ રીતે તૈયાર કરી શકાય તેની સાથે યુ ટયુબ ઉપર ઉપલબ્ધ સ્પીપાની ફેકલ્ટીના વિડીયો લેકચરથી પણ ઊંડાણપૂર્વક  નો અભ્યાસ કરી આયોજન પૂર્વકની સફળતા મેળવી શકાય.

કાર્યશાળાના ઉદ્ઘાટન સત્રમાં સ્પીપાના જોઇન્ટ ડાયરેકટરશ્રી એમ.એસ. કોઠારીએ પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવેલ કે સીસીડીસીના છાત્રો યુ.પી.એસ.સી. તથા જી.પી.એસ.સી. કક્ષાની પરીક્ષામાં સફળતા મેળવેતે માટેબે સેશનમાં કાર્યશાળાનું આયોજન કરાયેલ છે. જેનો લાભ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા છાત્રો મેળવી શહ્યા છે. તે અભિનંદનીય છે. યુનિવર્સિટી વરીષ્ઠ સિન્ડીકેટ સદસ્ય ડો. ભાવિન કોઠારીએ જણાવેલ કે રાજય સરકારશ્રી અને સોૈરાષ્ટ્ર યુનિવર્સિટી મારફત સોૈરાષ્ટ્ર વિસ્તારના મહતમ છાત્રોને ઉતમ કક્ષાની તાલીમ અને સુવિધાઓ સીસીડીસીના માધ્યમથી મળે તે પ્રકારની કાળજી સોૈરાષ્ટ્ર યુનિવર્સિટી સતા મંડળ દ્વારા લેવામાં આવી રહી છે.

કાર્યશાળાના ઉદ્ઘાટન સત્રમાં સ્પીપાના જોઇન્ટ ડાયરેકટર એમ.એસ.કોઠારી, ડો.ભાવીનભાઇ કોઠારી, વિષય નિષ્ણાંત શૈલેષભાઇ સગપરીયા, સ્પીપાના કલાસવન અધિકારી સમીરભાઇ ગામોત અને સીસીડીસી ના સંયોજકો પ્રો. નિકેશભાઇ શાહ એવિદ્યાર્થીઓને માર્ગદર્શિત કરેલ હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સર્વશ્રી સુમિતભાઇ મહેતા, ચીરાગભાઇ તલાટીયા, દિપ્તીબેન ભલાણી, સોનલબેન નિમ્બાર્ક, આશીષભાઇ કીડીયા, હીરાબેન કિડીયા, કાંતિભાઇ જાડેજા વગેરેએ જહેમત ઉઠાવેલ હતી. (૩.૮)

(3:49 pm IST)