Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd October 2019

મ્યુ.કોર્પોરેશન દ્વારા સૌરાષ્ટ્ર કક્ષાની નિબંધ-ચીત્ર સ્પર્ધા યોજાઇઃ સારા ચીત્રોને વોર્ડ ઓફીસ-ઝોન ઓફીસે રખાશે

મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણીઃ બિનાબેન આચાર્ય, ઉદય કાનગડ, નીતીનભાઇ ભારદ્વાજ, મ્યુ.કમિશ્નર ઉદીત અગ્રવાલ સહિતનાં પદાધિકારીઓ-અધિકારીઓની ઉપસ્થિતી

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાષ્ટ્રપિતા પૂજય મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિ પ્રસંગે સૌરાષ્ટ્ર કક્ષાની ચિત્ર સ્પર્ધા તથા નિબંધ સ્પર્ધા ઉપરાંત સિંગલ યુઝ પ્લાસ્ટિક કલેકશન માટેના શ્રમદાનનુ આયોજન કરવામાં આવેલ. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર બિનાબેન આચાર્ય ઉપસ્થિત રહેલ. સૌરાષ્ટ્ર કક્ષાની આ ચિત્ર સ્પર્ધા તથા નિબંધ સ્પર્ધાના ઇનામ વિતરણ સમારોહનુ દીપ પ્રાગટ્ય પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ સહિતનાં હસ્તે કરવામાં આવેલ.

     આ પ્રસંગે મેયર બિનાબેન આચાર્યએ ઉદબોધન કરતા જણાવેલ કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ૨-જી ઓકટોબરના રોજ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ફકત લાઈટ, રસ્તા, ગટર, પાણી નહિ પરંતુ દરેક તહેવારોની શાનદાર ઉજવણી કરવામાં આવે છે. ે આ પ્રસંગે ઉપસ્થિત તમામ સ્પર્ધકોને શુભેચ્છા પાઠવેલ.આ પ્રસંગે ગુજરાત પ્રદેશ ભાજપના અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજએ જણાવેલ કે, બહોળી સંખ્યામાં સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો તે જ પૂ.બાપુને શ્રધ્ધાંજલિ છે. મહાત્મા ગાંધીજીએ સત્યાગ્રહ થકી લોહી રેડ્યા વગર અહિંસાના માર્ગથી ભારત દેશને આઝાદી અપાવી છે. આપણે સૌ પણ તેઓના વિચારોને જીવનમાં ઉતારી સત્ય અને સાદગીના માર્ગ પર ચાલીએ.

     આ કાર્યક્રમમાં શાબ્દિક પ્રવચન કરતા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડએ જણાવેલ કે, વિશ્વ આખું જયારે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મ જયંતિ ઉજવી રહ્યું છે.તેમજ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ સ્પર્ધાના ચિત્રોને લોક જાગૃતિ અર્થે રાજકોટ મહાનગરપાલિકાની ઝોન ઓફિસો, વોર્ડ ઓફિસો વિગેરે ઓફિસોમાં કાયમી ફ્રેમિંગ કરીને રાખવામાં આવશે.

     રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા કાર્યક્રમની માહિતી અને રૂપરેખા આપવામાં આવેલ.

આ કાર્યક્રમની આભારવિધિ ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા દ્વારા કરવામાં આવેલ. આ પ્રસંગે સેનિટેશન કમિટી ચેરમેન અશ્વિનભાઈ ભોરણીયા દ્વારા મંચસ્થોનું પુસ્તક અર્પણ કરી સ્વાગત કરવામાં આવેલ.

કાર્યક્રમના અંતે મંચસ્થ મહાનુભાવો દ્વારા સૌરાષ્ટ્ર કક્ષાની ચિત્ર સ્પર્ધા તથા નિબંધ સ્પર્ધાના વિજેતાઓને પુરસ્કાર આપવામાં આવેલ તેમજ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને સર્ટીફીકેટ આપવામાં આવેલ તેમજ તમામ નિર્ણાયકોને આગેવાનોના હસ્તે સર્ટીફીકેટ આપવામાં આવેલ.આ પ્રસંગે સાંસદ મોહનભાઈ કુંડારીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, અનુસુચિત જાતિ મોરચાના રાષ્ટ્રીય મંત્રી ભાનુબેન બાબરીયા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી જીતુભાઈ કોઠારી, કિશોરભાઈ રાઠોડ, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, દંડક અજયભાઈ પરમાર, સેનિટેશન કમિટી ચેરમેન અશ્વિનભાઈ ભોરણીયા, મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ, કોર્પોરેટર ડો. દર્શિતાબેન શાહ, મીનાબેન પારેખ, શિલ્પાબેન જાવિયા, પ્રીતિબેન પનારા, શિક્ષણ સમિતિ વાઈસ ચેરમેન અલ્કાબેન કામદાર, શિક્ષણ સમિતિ સભ્ય કિરણબેન માંકડિયા, ચિત્રનગરીના જીતુભાઈ ગોટેચા, ડે.કમિશનર ચેતન ગણાત્રા, સી.કે.નંદાણી, આસી.કમિશનર હર્ષદ પટેલ, આસી.મેનેજર વી.ડી.દ્યોણીયા, અમિત ચોલેરા, વિગેરે અધિકારી ઓ ઉપસ્થિત રહેયા હતા.

સ્પર્ધાના વિજેતાઓ

ચિત્ર અને નિબંધ સ્પર્ધામાં હીના ડોલેસ, કિંજલ પીઠડીયા, મનીષ પરમાર, જયરાજ આડેસરા, મહેશ પીઠડીયા, સૌમ્ય કેશવાળા, હેમાલી ખસીયા, તુલસી દફતરી, હાર્દિ આંબલીયા, શીતલ ઓલગામા, સાહિલ રામાણી, દર્શન પાડલીયા, મૂદ્રા છત્રારા, ભૂમીકા પરમાર સહીતનાં વિદ્યાર્થીઓ વિજેતા ઘોષિત થયેલ તમામને ઇનામ વિતરણ કરાયુ હતુ.

(4:00 pm IST)