Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd October 2019

રેસકોર્ષમાં સહિયરના અદ્વિતીય રાસોત્સવમાં ધૂમ મચાવતા ખેલૈયાઓ

રાજકોટ : માંની આરાધનાના પર્વ શારદીય નવરાત્રીની ઉજવણી સહિયરમાં રંગેચંગે ઉજવાઈ રહી છે. ત્રીજા નોરતે માંની આરતીમાં મહેમાન તરીકે બીનાબેન આચાર્ય તથા પૂર્વ ધારાસભ્ય શ્રીમતી ભાનુબેન બાબરીયાના હસ્તે આરતી થઈ સાથે સહિયરના મુખ્ય આયોજક સુરેન્દ્રસિંહ વાળા, ક્રિષ્નપાલસિંહ વાળા, ચંદુભા પરમાર, યશપાલસિંહ જાડેજા, કૃષ્ણસિંહ જાડેજા, પ્રકાશભાઈ કણસાગરા, વિજયસિંહ ઝાલા, સમ્રાટ ઉદેશી તથા જયદીપભાઈ રેણુકા જોડાયા હતા.

રાસના પ્રથમ નોરતાથી રમઝટ કરતા લોકલાડીલા ગાયક રાહુલ મહેતા તથા ચાર્મી રાઠોડ દ્વારા ઉત્તર ગુજરાતના વિખ્યાત ગીતો પર લોકો ઝુમી ઉઠ્યા. બીજા દોરની સુફી શરૂઆત કરતા ગાયક સાજીદ પ્યાર દ્વારા સુફી બોલીવૂડના ગીતોના ખેલૈયાઓએ મન મૂકીને મોજ કરી હતી. સમયનો સદઉપયોગ કરતા ડાકલા - ભાંગડાના તાલે ફરીથી રાહુલ મહેતાએ લોકોને ઝુમાવ્યા હતા. સહિયરની રાષ્ટ્રવાદી પરંપરા નિભાવતા વંદે માતરમ્ ગાન પર ક્રિષ્નપાલસિંહ વાળા દ્વારા ત્રિરંગો લહેરાવી સ્પેશ્યલ ઈફેકટથી વાતાવરણને દેશભકિતસભર બનાવ્યુ હતું.

રાસોત્સવના અંતે વિજેતાઓને બીરદાવતા બેસ્ટ ગ્રુપનું પ્રાઈઝ દેવ ગ્રુપ દિપક પટેલને સુરેન્દ્રસિંહ વાળા, ચંદુભા પરમાર, કૃષ્ણસિંહ જાડેજા તથા યશપાલસિંહ જાડેજાના હસ્તે અર્પણ કરાયુ હતું.

સીનીયર પ્રિન્સ ઉમેશ રાજપૂત, વનરાજસિંહ ઝાલા, રોહન રાજપૂત, કલ્પેશ ચૌહાણ, વિજય લખતરીયા, જુનીયર પ્રિન્સ ઝલક ગજેરા, વિવેક પરમાર, પ્રિન્સેસ - રીયા પીપળીયા, નિરાલી વ્યાસ, વિધિ બગથરીયા, ધ્રુવી ઢોલરીયા, નિશી ધામેલીયા, જુનિયર પ્રિન્સેસ દીયા જોષી, શ્રેયા મકવાણા, વેલડ્રેસ ફોરમ ચૌહાણ- મહેક પુંજાણી.

વિજેતાઓને આયોજક કરણભાઈ આડતીયા, રાજભા ચુડાસમા (મામા સરકાર), રૂપલબેન ચુડાસમા, બંકીમભાઈ મહેતા, દિવ્યરાજસિંહ જાડેજા, નરેન્દ્રસિંહ જાડેજા, પોલીસકર્મી વિજયસિંહ ઝાલા, કુલદીપસિંહ જાડેજા, મેહુલભાઈ માણેક, મનુભાઈ વઘાસીયા,  નરેશભાઈ મહેતા, ડી.બી. ખીમસુરીયા, ચેતનભાઈ પરમાર, નીરજ સોલંકી, જામનગરી જસ્મીત, પ્રિયાબા, આયુષીબા, ખુશીબા, પ્રિયજીતસિંહ, દેવરાજસિંહ, જોગીન્દરસિંગ, અશોકસિંહ જાડેજા, જયરાજસિંહ વાળા, હિતુભા ડોડીયા, ભાવસિંહ ડોડીયા, યુવરાજસિંહ ઝાલા, જીજ્ઞેશભાઈ મારૂ તથા આદિત્યસિંહ ગોહિલના હસ્તે એનાયત થયા હતા.

પ્રસ્તુત તસ્વીરમાં રાસની ઝલક અને આયોજકો નજરે પડે છે.

(3:58 pm IST)