Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd October 2019

ટ્રાફિકના નિયમોના પાલન માટે જાગૃતી લાવવાની રેલીમાં નંબર પ્લેટ વગરની કાર!!...પોલીસ કમિશનરે દૂર કરાવી

. આજે મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતિની દેશભરમાં ઉજવણી થઇ રહી છે. તે અંતર્ગત શહેર પોલીસ અને લાયન્સ કલબ ઇન્ટરનેશનલ દ્વારા અકિલા ચોક ખાતે એક લોકજાગૃતિ રેલીનું આયોજન કરાયું હતું. જેનું સુત્ર હતું-પ્લાસ્ટીકને ના કહો અને ટ્રાફિક રૂલ્સને હા કહો...આ રેલીમાં ટ્રાફિક એસીપીની રાહબરીમાં વોર્ડન તથા બીજા જાગૃત નાગરિકો અને લાયન્સ કલબના મેમ્બર્સ મોટી સંખ્યામાં બાઇક-કાર સહિતના વાહનો સાથે જોડાયા હતાં. રેલીને લીલી ઝંડી આપતાં પહેલા જ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલનું ધ્યાન રેલીમાં સામેલ એક નંબર પ્લેટ વગરની કાર ઉપર પડતાં તેમણે તાકીદે આ કારને દૂર કરવાની સુચના આપતાં ટ્રાફિકના બી. કે. જાડેજાએ કારને રેલીમાંથી હટાવી હતી. નવી જ કાર હોઇ નંબર નહિ આવ્યાનું જણાવાયું હતું. (ફોટોઃ સંદિપ બગથરીયા)

(3:42 pm IST)