Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd October 2019

૧૨મીએ સમસ્ત લુહાર જ્ઞાતિજનો માટે બાય બાય નવરાત્રીઃ સમસ્ત પીઠવા પરિવારનું આયોજન

રાજકોટ,તા.૨: પીઠવા પરીવાર દ્વારા આયોજિત બાય- બાય નવરાત્રી ૨૦૧૯ અંતર્ગત સમસ્ત લુહાર સમાજ, રાજકોટ માટે અકે દિવસીય દાંડીયા રાસનું તા.૧૨ને શનિવારનાં રોજ સાંજે ૬ કલાકથી આશીર્વાદ પાર્ટી પ્લોટ, કોસ્મોપ્લેક્ષ સિનેમાની પાસે, કાલાવડ રોડ, રાજકોટ ખાતે આયોજન કરાયું છે.

આ રાસોત્સવમાં જ્ઞાતિના બે થી અઢી હજાર ખેલૈયાઓ રાસની રમઝટ બોલાવશે. પાસ મેળવા માટે (૧) મિતલ ઈન્ડસ્ટ્રીઝ- પટેલ વિહાર પરોઠા હાઉસની બાજુમાં ઓવર બ્રિજ નીચે, ગોંડલ રોડ, (૨) અશોક સ્ટીલ ઈન્ડસ્ટ્રીઝ- પીઠવા ચેમ્બર્સ પરસાણા સોસાયટી ૫૦ ફૂટ રોડના છેડે, શ્રી કોલસાના ડેલા સામે. મો.૮૮૯૯૮ ૮૨૨૧૧ / ૯૮૨૪૨ ૧૭૨૯૯  ખાતે સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

તસ્વીરમાં સર્વશ્રી નરેન્દ્રભાઈ એલ. પીઠવા, ભરતભાઈ એલ. પીઠવા, મહેશભાઈ ડી. પીઠવા, પ્રકાશચંદ્ર સી. પીડવા, તેજસભાઈ બી. પીઠવા, મિલનભાઈ એમ. પીઠવા, દિપેનભાઈ ડી. પીઠવા નજરે પડે છે.

(3:37 pm IST)