Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd October 2019

અકસ્માત મૃત્યુના ગુન્હામાં આરોપીનો નિર્દોષ છુટકારો

રાજકોટ તા. રઃ ગુનાહીત મનુષ્યવધના ગુન્હામાંથી ત્હોમતદારને નિર્દોષ ઠરાવી છોડી મુકવા કોર્ટે હુકમ કર્યો હતો.

રાજકોટ શહેરનાં આજી ડેમ પોલીસ સ્ટેશનમાં ફરીયાદી ભરતભાઇ ઉમીયાશંકર વ્યાસ રહે. હલેન્ડા, કિરણપરા, તા.જી. રાજકોટનાઓએ આઇ.પી.સી. ક. ર૭૯, ૩૦૪(અ), એમ.વી. એકટની કલમો-૧૮૪, ૧૭૭ હેઠળ એવી ફરીયાદ આ કામનાં ત્હોમતદાર છગનભાઇ પ્રેમજીભાઇ વાળા રહે. ગામ હલેન્ડા તા. જી. રાજકોટવાળા પર આવેલ છે કે, ત્હોમતદાર પોતાનું મો. સા. નં. જીજે-૩એફસી-૭૭ર વાળુ પુરઝડપે અને ગફલતભરી રીતે માણસની જીંદગી જોખમાય તે રીતે ચલાવી ફરીયાદીનાં ભાઇ ભગવતીપ્રસાદ ઉમીયાશંકર વ્યાસને હડફેટે લઇ, પછાડી દઇ ગંભીર ઇજા પહોંચાડી મોત નીપજાવી નાસી ગયેલ. તે અન્વયે ચાર્જશીટ પણ ફાઇલ થયેલ હતું.

આ સદર કેસ રાજકોટનાં જયુડી. મેજી. શ્રી એમ. જે. ગઢવીની કોર્ટમાં ચાલી જતાં કોર્ટે ફરીયાદી ફરીયાદ પુરવાર કરવામાં નિષ્ફળ નિવડેલ હોય તેમજ સાહેદો, પંચો, પ્રાઇવેટ ડોકટર તેમજ સરકારી હોસ્પીટલનાં ડોકટર ફરીયાદને લેશમાત્ર સમર્થન આપતાં ન હોવાથી આ કામનાં ત્હોમતદારને તેના ઉપર લગાવવામાં આવેલ ત્હોમતમાંથી નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ ફરમાવેલ છે.

આ કામમાં ત્હોમતદાર છગનભાઇ પ્રેમજીભાઇ વાળા રહે. હલેન્ડા તા.જી. રાજકોટવાળા વતી રાજકોટનાં ધારાશાસ્ત્રી રાણાભાઇ ટી. સોલંકી, નિરવકુમાર કે. પંડયા, હર્ષા નિરવકુમાર પંડયા, નેહા કમલેશ રવીયા રોકાયેલા હતા.

(3:33 pm IST)