Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd October 2019

રૂ. ૪ લાખનો ચેક પાછો ફરતાં કોર્ટમાં ફરિયાદ

રાજકોટ તા. રઃ રૂ. ૪,૦૦,૦૦૦/-નો ચેક રીર્ટન થતા આરોપી વિરૂધ્ધ કોર્ટમાં ચેક રીર્ટનની ફરિયાદ થતાં અદાલતે સમન્સ કાઢવાનો હુકમ કરેલ છે.

સદરહું ચેક આ કામના ફરિયાદી એ તા. ૩૧-પ-૧૯ના રોજ સદરહું ચેક પોતાના ખાતાવાળી આઇ.સી.આઇ.સી.આઇ. બેંક, શારદા બાગ શાખા, રાજકોટમાં વટાવવા અર્થે રજુ કરતા સદરહું ચેક તા. ૦૧-૦૬-ર૦૧૯ ના રોજ ફંડ ઇનસફીશીયન્ટના શેરા સાથે પરત ફરેલ. જે અંગે આ કામના ફરિયાદીએ લીગલ નોટીસ આપીને જાણ કરી હોવા છતાં આજદીન સુધી કામના ફરિયાદીને સદરહું ચેકની રકમ નહીં આપતા તેમજ નોટીસનો કોઇ જવાબ આપેલ નહીં જેથી આ કામના ફરિયાદી દેવાંગભાઇ યશવંતરાય મહેતાએ, આ કામના આરોપી જયેશકુમાર વિનોદરાય રાવલ વિરૂધ્ધ ધી નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ ૧૩૮ મુજબ ની રાજકોટના એડી. ચીફ. જયુ. મેજી.ની કોર્ટ સમક્ષ ફરિયાદ કરી છે અને આરોપીને કોર્ટ સમક્ષ હાજર થવાં અદાલત દ્વારા સમન્સ ઇશ્યુ કરતો હુકમ ફરમાવવામાં આવેલ છે.

ઉપરોકત કામમાં ફરિયાદી દેવાંગભાઇ યશવંતરાય મહેતા વતી રાજકોટના ખ્યાતનામ ધારાશાસ્ત્રી અજય એમ. ચૌહાણ, તથા ડેનિશ જે. મહેતા એડવોકેટ રોકાયેલ હતા.

(3:31 pm IST)