Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd October 2019

રાજકોટમાં પત્નીને ત્રિપલ તલાક આપનાર પતિને ભરણપોષણ ચૂકવવા ફેમીલી કોર્ટનો હુકમ

પતિએ પત્નીને તલ્લાક આપ્યા હોય તેવુ પુરવાર થતુ નથી મહત્વનો ચુકાદો

રાજકોટ : કેન્દ્ર સરકારના ત્રિપલ તલ્લાકના મહત્વપુર્ણ નિર્ણયને લઇને દેશભરમાં મુસ્લિમ મહિલાઓ માટેના એક આશાનુ કિરણ બની રહ્યુ છે. રાજકોટની કોર્ટમાં ત્રીપલ તલ્લાકના મહત્વપુર્ણ કેસમાં  ભરણપોષણ માટે દાવો કરનાર મહિલા રૂબીનાબહેનની અરજી અદાલતે ગ્રાહ્ય રાખી પતિ અફઝલ હુસેન લાખાણીને પત્ની રૂબીના તથા માસુમ પુત્રને માસિક ભરણપોષણના સાત હજાર રૂપિયા ચુકવવાનો હુકમ કરી ત્રિપલ તલ્લાકની માંગણીનો પતિ તરફનો બચાવ કોઇ ઠોંસ પુરાવાઓ રજુ ન કરી શકતા ગ્રાહ્ય રાખ્યો હતો.

મોચીબજારમાં રહેતા રૂબીનાબહેનના મોરબીરોડ પર સીટી સ્ટેશન પાસે રહેતા અફઝલ સાથે નિકાહ થયા હતા. લગ્ન બાદ પતિ સહિતના ઝગડવા લાગ્યા હતા. ત્રણ વર્ષ પહેલા પતિ અફઝલે સાસુ રશીદા, સસરા, સસરા હુશૈન સહિતનાઓએ ઝગડો કર્યો હતો. ઢોરમાર મારતા રૂબીના બેશુધ્ધ બની ગઇ હતી. અને ત્રણ વખત તલ્લાક બોલીને કાઢી મુકી હતી. પતિના ઘરે રહેતી રૂબનાએ બે વર્ષ પહેલા સપ્ટેમ્બર/૨૦૧૭માં પતિ, સાસુ સસરા અને નણંદ સુહાના અકરમ ખોરાણી સામે ફરીયાદ કરી હતી. જેમા પતિને ચઢાવતા પતિએ તુ નોકરાણી છો, જુતી છો મા, બહેન કહે તેમ કરવાનુ કહી માર મારી બેભાન બનાવી કાઢી મુકયાનો પોલીસ ફરીયાદમાં આરોપ મુકયો હતો.  જે તે સમયે આરોપી દ્વારા તલ્લાક આપી દીધાની રજુઆત કરાઇ હતી. પરીણીતાએ પોતે તલ્લાક સ્વીકાર્યા ન હોવાનુ જણાવ્યુ હતુ. રૂબીનાએ પોતાના અને ત્રણ વર્ષના પુત્ર સિરાજનુ ભરણપોષણ મેળવવા માટે પતિ સામે અદાલતમાં ફરીયાદ કરી હતી.

એડવોકેટ વિવેક એન. સાતાના કહેવા મુજબ કેસ ચાલી જતા સામાપક્ષે તલ્લાક અપાયાનો બચાવ કરાયો હતો. જો કે મહિલાએ તલ્લાક સ્વીકાર્યો ન હોવાનુ કે આવા કોઇ પુરાવાઓ અફઝલ તરફથી રજુ થઇ શકયા નથી કે સાબીત કરી શકયા નથી. બંને પક્ષની  રજુઆતો , દલીલો ધ્યાને લઇને અદાલતે મહિલાને અફઝલે તલ્લાક  આપ્યાનુ માની શકાય નહી જેથી અરજદાર રૂબીના પત્ની, પુત્ર થાય છે. જેથી તેમની ભરણપોષણની જવાબદારી થતી હોવાથી પતિ અફઝલે રૂબીનાબહેનને પાંચ હજાર તથા પુત્ર સિરાજને બે હજાર બંન્નેને માસિક રકમ ચૂકવવા હૂકમ કર્યો હતો.

આ કામમાં અરજદાર તરીકે લીગલ એઇડ હેઠળ એડવોકેટ વિવેક.એન.સાતાની નિમણુંક કરવામાં આવી હતી.

(3:31 pm IST)