Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd October 2019

રીક્ષા ચાલકો પર લદાયેલ પરમીટ ભંગનો દંડ અસહ્ય

થ્રી વ્હીલર લાયસન્સ કઢાવવા માટે પણ ટેસ્ટ ડ્રાઇવ ફોર વ્હીલરની લેવાય તે કેવુ ? : કોમ્પ્યુટર ટેસ્ટમાંથી મુકિત આપો : નવા કાયદાથી ગરીબોની રોજી છીનવાશે : ઘટતુ કરવા શ્રમજીવી ઓટો રીક્ષા ચાલક એસો.ની માંગણી

રાજકોટ તા. ૨ : નવા કાયદાઓને કારણે ગરીબ શ્રમજીવીઓનો રોટલો છીનવાય ન જાય તો જોવા તંત્રવાહકોને શ્રમજીવી ઓટો રીક્ષા ચાલક એસોસીએશને વિનંતી કરી છે.

'અકિલા' ખાતે રીક્ષા ચાલકોની યાતના વર્ણવતા એસો.ના આગેવાનોએ જણાવેલ કે અભણ અને ઓછુ ભણેલા રીક્ષા ચાલકોને કોમ્પ્યુટર ટેસ્ટ આપવામાં ખુબ મુશ્કેલીઓ પડે છે. તેઓને આ ટેસ્ટમાંથી મુકિત આપવી જોઇએ. ઉપરાંત પરમીટ ભંગ માટે જે નવો દંડ રૂ.૧૦,૦૦૦ આકરવામાં આવ્યો છે તે અસહ્ય છે. આટલી મોટી રકમ કોઇકાળે ગરીબ રીક્ષા ચાલક ભરપાય ન જ કરી શકે. ગરીબોની રોજીરોટી છીનવાય તેવા કોઇ કાયદા ન હોવા જોઇએ.

રીક્ષા ચાલક લાયસન્સ ધરાવતા હોય બેઇઝ પણ ધરાવતા હોય અને રીન્યુ કરવવામાં વિલંબ થઇ ગયો હોય તેઓને આ નવી ટેસ્ટ આપવામાં ભારે મુંજવણ થાય છે. રીક્ષા થ્રી વ્હીલરમાં આવીતી હોવા છતા તેમની ટેસ્ટ ડ્રાઇવ ફોર વ્હીલરની ટ્રેક ઉપર લેવામાં આવે છે. આવી અઘરી પ્રક્રીયાઓમાંથી પસાર થવુ રીક્ષા ચાલકો માટે અઘરૂ પડી જાય છે. જેથી તેમને રીન્યુ કરાવવામાં આવી ટેસ્ટની મુકિતની એક તક આપવા વિનંતી કરાઇ છે.

તસ્વીરમાં 'અકિલા' ખાતે રીક્ષા ચાલકોની સમસ્યાઓ વર્ણવતા શ્રમજીવી ઓટો રીક્ષા ચાલક એસો.ના પ્રમુખ હુસેનભાઇ સૈયદ, સુરેશભાઇ રાઠોડ, જીવણભાઇ ભરવાડ, ઇમ્તીયાઝભાઇ, રૂષીભાઇ ઘીયા, દીલાભાઇ, ભુરાભાઇ, સુલતાનભાઇ સુમરા, બટુકભાઇ કાબાણી વગેરે નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:31 pm IST)