Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd October 2019

૧૦૦ રૂપિયામાં સિગારેટના ૪ પેકેટ ન આવે તેમ કહેતાં કેતનભાઇ ફળદુ પર હુમલો

જીવરાજ પાર્ક પાસે પટેલ પાન નામે દૂકાન ધરાવતાં વેપારી સારવારમાં વિશાલ ભરવાડે લાકડીથી ફટકારી છરીથી પણ ઘાયલ કર્યા

રાજકોટ તા. ૨: મુંજકા આવાસ યોજના કવાર્ટરમાં રહેતાં અને નાના મવા રોડ પર જીવરાજ પાર્ક પાસે ગોવાણી છાત્રાલય નજીક  પટેલ પાન નામે દૂકાન ધરાવતાં કેતનભાઇ પ્રફુલભાઇ ફળદુ (ઉ.૪૦) નામના પટેલ વેપારી રાતે સાડા અગિયારેક વાગ્યે પોતાની દૂકાને હતાં ત્યારે પાનના અન્ય ધંધાર્થી વિશાલ રાતડીયા નામના ભરવાડ શખ્સે આવી ઝઘડો કરી લાકડીથી માર મારી છરીથી પણ ઇજા કરતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.

કેતનભાઇના સગા ધવલભાઇએ જણાવ્યા મુજબ વિશાલ ભરવાડે દૂકાને આવી સિગારેટના ચાર પેકેટ માંગ્યા હતાં જે કેતનભાઇએ આપ્યા હતાં. તેના રૂ. ૨૫૦ થયા પણ વિશાલે રૂ. ૧૦૦ જ આપતાં કેતનભાઇએ સો રૂપિયામાં ચાર પેકેટ ન આવે તેમ કહેતાં વિશાલ ઉશ્કેરાઇ ગયો હતો અને ઝઘડો કરી હુમલો કરી ભાગી ગયો હતો. સિવિલ હોસ્પિટલના જી.એન. ઝાલા અને પ્રદિપસિંહે તાલુકા પોલીસને જાણ કરી હતી.

(1:22 pm IST)