Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd October 2019

મોહનથી ''મહાત્મા'': બાપુના સંસ્કારોનું સિંચન એટલે ''કબા ગાંધીનો ડેલો''

રાજકોટ તા. ર : આજે રાષ્ટ્રપિતા મહાત્મા મોહનદાસ કરમચંદ ગાંધીની ૧પ૦ મી જન્મ જયંતિ છે, દેશ તેમને વંદન કરી રહ્યો છે.

પરંતુ, આપણે વાત કરવી છે, રાજકોટના કબા ગાંધીના ડેલાની ભલે, 'ગાંધીજીનું' જન્મસ્થળ પોરબંદર રહ્યું, પરંતુ સૌરાષ્ટ્રની રાજધાની રાજકોટ સાથે બાપુને અતુટ લગાવ રહ્યો હતો.

બાપુના પિતા કરમચંદ ગાંધી પોરબંદરના દિવાન હતા, મોહનદાસના જન્મને ૭ વર્ષ પછી તુરત જ કરમચંદ રાજકોટના દિવાન બન્યા, અને પૂરો પરિવાર રાજકોટ આવી વસ્યો...અને ત્યારથી ગાંધીજી સાથે રાજકોટ જોડાઇ ગયું.

પિતા કરમચંદ ગાંધી અને પરિવાર દરબારગઢ નજીક આવેલા મકાનમાં રહેવા લાગ્યા, ગાંધીને ગ્રામીણ વિદ્યાલયમાં અભ્યાસ માટે મોકલ્યા...

રાજકોટના રાજવીએ ૧૮૮૧ માં પિતા કરમચંદ ગાંધીને મોંઘામાં મોંઘો ગણી શકાય એવો કિંમતી પ્લોટની ઓફર કરી, પરંતુ કરમચંદજીએ અડધો પ્લોટ સ્વીકાર્યે, આ પ્લોટ ઉપર મકાન બનાવાયું અને તે સ્થળ એટલે હાલ ઘી કાંટા, રોડ ઉપર આવેલ રાજકોટનો કબા ગાંધીનો ડેલો.

મોહનથી મહાત્મા બનનાર બાપુના સંસ્કારોનું સિંચન એટલે આ કબા ગાંધીનો ડેલો.

રાજકોટના રૈયા ટાવર નજીક આવેલ. શાળા નંબર પમાં ગાંધીજીએ ચોથા ધોરણ સુધી અભ્યાસ કર્યો, પમાં ધોરણથી ૧૦ સુધી કાઠિયાવાડ સ્કુલમાં ભણતર લીધું, આ સ્કુલ એટલે અંગ્રેજોના જમાનાની આલ્ફ્રેડ હાઇસ્કુલ, અને હાલ વિશ્વ વિખ્યાત, મોહનદાસ ગાંધી વિદ્યાલય તરીકે ઓળખાય છે.

વર્ષ ૧૮૮૭ માં ઉપરોકત સ્કુલમાંજ ગાંધીજીએ મેટ્રીકની પરીક્ષા પાસ કરી, આ સમયે પિતા કરમચંદ બીમાર પડયા, ગાંધીજીએ તેમની બહુ સેવા કરી પરંતુ અંતે પિતાએ દેહ છોડી દિધો.

વર્ષ ૧૮૮૮ બાપુનુ યાદગાર વર્ષ ગણાય છે, કારણ કે કે તેઓ બેરીસ્ટર (વકીલ) બનવા માટે વિલાયત જવાના હતા, ત્યારે તેમણે તેમની માતાને ખરાબ સંગતમાં નહી પડવાનો વિશ્વાસ કોલ આપ્યો હતો.

વર્ષ ૧૮૯૧ માં માતા પૂતલીબાઇનું અવસાન થયું, તે સમયે તેઓ ઇંગ્લેન્ડથી વકીલ બની પરત ફર્યા પરંતુ તેમને ખબર નહોતી કે પોતાની ''માં'' આ દૂનિયામા નથી...

આ પછી ગાંધીજી ૧૮૯૩ માં પોરબંદરના પોતાના મીત્ર શેખ અબ્દુલ્લાનો કેસ લડવા આફ્રિકા ગયા...૧૮૯૩ થી ૧૯૯૬ સુધી ત્યાંજ રહ્યા...દક્ષિણ આફ્રિકામાં તેમણે લઘુમતીઓની સ્થિતિ નિહાળી અને રાજકોટ પરત ફર્યા અને ''લીલી'' નામની પત્રીકા કાઢી.

આ પત્રિકા દ્વારા તેઓએ પ્રજામાં જાગૃતિ લાવવાનું કામ કર્યુ, આ માટે તેમણે રાજકોટની ગલી....ગલીના બાળકોને એકઠા કર્યા અને સવારે ૩ કલાક કામ સોંપ્યું, આ પત્રિકાએ દશેભરમાં જાગૃતિ ફેલાવી હતી.

(1:22 pm IST)