Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

ન્યુ જાગનાથમાં બુંદેલા સમાજની વાડીમાં પ્રમુખ સંચાલીત જુગારધામ પર દરોડો : છ પકડાયા

એ ડીવીઝન પોલીસનો દરોડોઃ રૂ.૩ હજારની રોકડ તથા ત્રણ બાઇક સહિતની મતા કબ્જે

રાજકોટ,તા. ૨ : શહેરના ન્યુ જાગનાથ પ્લોટમાં આવેલી બુંદેલા સમાજની વાડીમાં પ્રમુખ સંચાલીત જુગારધામ પર એ ડીવીઝન પોલીસે દરોડો પાડી જુગાર રમતા છ શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ ન્યુ. જાગનાથ શેરી નં. ૨૨માં આવેલી બુંદેલા સમાજની વાડીમાં જુગારધામ ચાલતુ હોવાની બાતમીના આધારે એ ડીવીઝન પોલીસ મથકના પીઆઇ સી.જી. જોષીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ જે.એમ.ભટ્ટ, હેડ કોન્સ. રવિભાઇ વાઘેલા તથા હરવિજયસિંહ સહિતે દરોડો પાડી વાડીમાં જુગાર રમતા પ્રમુખ નીતીન રતીલાલભાઇ બુંદેલા (રહે. પુષ્કરધામ મેઇન રોડ એ.જી.સોસાયટી એમ ૧/૯ કાલાવડ રોડ) તથા રૈયા રોડ સદગુરૂ કોમ્પ્લેક્ષ ફલેટ નં. ૨૦૧ના રવિ સુભાષભાઇ રાજયગુરૂ, ૮૦ ફૂટ મેઇન રોડ પ્રજાપતિ સમાજની વાડીની સામે ગાંધીગ્રામના સુનીલ ભીખુભાઇ બુંદેલા, ગાંધીગ્રામ શેરી નં. ૯ના હીરે નરૂસીંગભાઇ બુંદેલા, પુષ્કરધામ પાછળ કેવલમ સોસાયટી શેરી નં.૩ના વિજય નાનુભાઇ બુંદેલા તથા ગાંધીગ્રામ લાખના બંગલા પાસે રહેતા જીતેન્દ્ર ધીરજલાલભાઇ ચૌહાણને પકડી લઇ રૂ. ૩૫૩૦ની રોકડ તથા ત્રણ મોટર સાયકલ સહિત રૂ. ૧,૦૩,૫૩૦ની મત્તા કબ્જે કરી હતી.

(4:06 pm IST)