Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

રવિરત્ન પાર્કમાં અનાજ કીટ વિતરણ

 રવિરત્ન પાર્ક નાગરિક મંડળ દ્વારા ર૬૭ નિરાધાર પરિવારોને રાશનકિટ તથા જન્માષ્ટમી તહેવારની વધારાની કિટ વિતરણ સમારોહ તાજેતરમાં યોજાયો હતો સમારોહના અતિથિ વિશેષ તરીકે બાબુભાઇ પટેલ, મહેશભાઇ પટેલ( વિમલ લાઇટર), તુષારભાઇ શેઠ, સંધ્યાબેન શેઠ, છગનભાઇ સાવલીયા, મનસુખભાઇ ધોળકીયા, નારણભાઇ અમૃતિયા, વ ી. ડી. માકડીયા, વાલજીભાઇ સાબલપરા, કોટડીયાભાઇ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સૌ પ્રથમ દાતા સ્વ. જયેન્દ્રભાઇ ભાલોડિયા (લંડન), સ્વ. રંભાબેન ગોરધનભાઇ ચાંગેલા તથા સ્વ. વ્રજલાલભાઇ પરસાણિયાના દુઃખદ અવસાન નિમિતે ર મિનિટનું મૌન પાળી શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે આર.સી. પટેલ, સી.એન. જાવિયા, ધીરૂભાઇ ઝાલાવડિયા, મગનભાઇ ઝાલાવડિયા, મણીભાઇ ઘોડાસરા, વી. ડી. ઠકકર, જગદીશભાઇ પટેલ, નરોત્તમભાઇ ફળદુ, નટુભાઇ કણસાગરા જમનભાઇ સાપરીયા, હરેશભાઇ મારડીયા, ભાવેશ ભટ્ટ, જ ી. બી. મલ્લી, મગનભાઇ વાછાણી, જેન્તીભાઇ ઢોલરીયા, ધીરૂભાઇ ફળદુ, જાદવભાઇ કનેરિયા, લલિતભાઇ સરડવા, રમણિકભાઇ કણસાગરા, જયેશ ત્રાંબડિયા, શૈલેષ ડઢાણીયા, જેન્તીભાઇ ચપલા આર. કે. ઝાલાવડિયા, મહેશ બાવરવા, મનસુખભાઇ ફળદુ, મુકેશભાઇ અમૃતિયા, તથા બિપિનભાઇ પુજારીએ જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મગનભાઇ ઝાલાવડિયા, તથા આભારવિધિ સી.એન. જાવિયાએ કરી હતી.

(3:11 pm IST)