Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

ચીનથી આવેલા 'કોરોના' અને ઇઝરાયેલથી આવેલા 'પેગાસસ'ની જ દુનિયાભરમાં ચર્ચા છે

આતંકવાદને ભરી પીવા વિકસાવાયેલો 'પેગાસસ' આજે ખુદ આતંક ફેલાવી રહ્યો છે

પેગાસસ સ્પાય સોફટવેર વિશે જાણો અને બચો....

રાજકોટ : પેગાસસ નામ સાંભળતા જ ગભરાટની લાગણી ઉત્પન્ન કરતો શબ્દ હમણા ખૂબ જ પ્રચલીત થયો છે.  ખરેખર પેગાસસ એ ઇઝરાયેલી પેગાસસ સ્પાય સોફટવેર છે અને ઇઝરાયેલ દ્વારા ગુનાખોરી અટકાવવા માટે અને તેની ઉપર બાજ નજર રાખવા માટે બનાવવામાં આવેલો એક જવાબદાર સોફટવેર છે. ખાસ કરીને આતંકવાદને રોકવા તથા વિશ્વ લેવલે ફેલાયેલાં આતંકવાદીઓની ગતીવિધી ઉપર નજર રાખવા ખાસ તૈયાર કરવામાં આવેલો સોફટવેર છે.

છેલ્લાં એક દસકામાં કોમ્યુનીકેશન ક્ષેત્રમાં ઘણું ડેવલપમેન્ટ આવ્યું છે. જેમાં મોબાઇલ, લેપટોપ, કોમ્પ્યુટર, CC TV અમુક ઇલે. રમકડાઓ, લાઇટના ઉપકરણો, હાથની કાંડા ઘડીયાળ, ખીસ્સામાં રાખવામાં આવતા વોલેટ, ફોર વ્હીલમાં આવતા ઉપકરણો, GPS સીસ્ટમ તથા એવી અનેક હજારો વસ્તુઓ ખૂબ જ ડેવલપ થઇ છે અને તે તમામ ઉપકરણો સોફટવેર ઉપર આધારીત છે. સોફટવેર પણ અલગ - અલગ ઘણાં ડેવલપ થયા છે. તેથી સૌએ સમજી લેવાની જરૂર છે કે ડીઝીટલ ઉપકરણ સલામત હોય શકે તે માનવું ભૂલ ભરેલું છે.

વિશ્વ લેવલે ઘણા નેતાઓ તથા પ્રતિષ્ઠિત વ્યકિતઓના ફોન હેક થયાના સમાચાર અગાઉ આપણે ઘણીવાર સાંભળી અને વાંચી ચૂકયા છીએ. આપણા ડીઝીટલ ડીવાઇસને પોતાની સલામતીમાં રાખીને વાપરતા શીખવું જોઇએ. જેની આપણે અલગથી વાત કરીશું, પણ હાલ પેગાસસ સ્પાયવેર વિશે થોડુ વધારે જાણીએ.

દરેક વ્યકિત સારૂ કે ખરાબ કાંઇ પણ કરી શકે છે તેવી જ રીતે પેગાસસનો ઉપયોગ કેમ કરવો તે સરકારમાં રહેલી વ્યકિતઓ અથવા શાશકોના હાથમાં જ હોય છે. કેમ કે પેગાસસ એ ઇઝરાયેલના આ સોફટવેર દુનિયામાં ઘણા દેશો ઉપયોગ કરી રહ્યા છે. તે ખાનગી હોય અને જવાબદાર પણ હોય છે.

ચીનથી આવેલો કોરોના અને ઇઝરાયેલથી આવેલો સોફટવેર પેગાસસ વર્તમાનપત્રોમાં ઘણી જગ્યા બનાવી ચૂકયો છે. પેગાસસઁ નો જાસુસી ખર્ચ કરોડોમાં આવતો હોય છે અને નુકશાનકારક સંગઠનો/કસ્ટદાય લોકો ઉપર નજર રાખવામાં ઉપયોગ લેવાતો હોય છે.

- પેગાસસ સોફટવેર એ ઇઝરાયેલની NSO GROUP કંપની દ્વારા બનાવવામાં આવેલ તે સર્વવિદીત છે.

- આ પેગાસસ સ્પાયવેર એન્ડ્રોઇડ તેમજ IOS બન્ને સીસ્ટમમાં સરળતાથી કામ કરે છે.

- ખાસ જાણવા જેવી અગત્યની વાત એ છે કે આ સોફટવેર પેગાસસ સ્પાયવેર 'બગ'ની મદદથી કોઈપણ OS માં લોડ થઇ શકે છે અને તમે છાપાઓમાં વાંચ્યુ જ હશે કે ગુગલ, માઇક્રોસોફટ અને ફેસબુક જેવી કંપનીઓ બગ શોધનાર ડેવલોપર કે એથીકલ હેકરોને ઇનામમાં પુષ્કળ રકમ આપે છે.

- એટલે આપે જાણી લીધુ હશે કે મોબાઇલમાં કોઇપણ જાતની કિલક કર્યા વગર કે મોબાઇલને ટચ કર્યા વગર તમારા મોબાઇલમાં બગ દ્વારા આ સોફટવેર એટેક કરી શકે છે અને તેથી જ અલગ-અલગ દેશોની સરકારો આતંકવાદને રોકવા ઇઝરાયેલની NSO GROUP પાસેથી ખૂબ જ મોટી રકમ આપીને તેની સેવા લેતી હોય છે.

- પેગાસસ સ્પાયવેર વોટસએપમાં મીસ્ડકોલ દ્વારા પણ તમારા મોબાઇલમાં ઘુસી શકે છે !! અને તમારી જાણ બહાર મોબાઇલમાં ઇન્સ્ટોલ પણ થઇ શકે છે. તેમજ ઇમેલ, અજાણી લીંક, મેસેજ દ્વારા પણ આપના મોબાઇલમાં તમારી જાણ વગર ઇન્સ્ટોલ થઇ શકે છે. તેમજ તમારા ડોવાઇસમાં ઘુસી ગયા બાદ તમારા કેમેરાનો એકસેસ લઇને બાદમાં તેને રેકર્ડ પણ કરી શકે છે. તેમજ જી.પી.એસ. સીસ્ટમ દ્વારા મોબાઇલનું લોકેશન પણ હેક કરી શકે છે.

- સામાન્ય રીતે જોઇએ તો દેશની ૯૯ટકા જનતાએ આ સોફટવેરથી ડરવાની જરાય જરૂર નથી. કારણ કે સીમીત ડીવાઇસમાં જ ઉપયોગ કરવા માટે કરોડો રૂપીયાનો ખર્ચ થતો હોય છે અને આવો ખર્ચ સરકારશ્રી મોટા ભાગે આતંકવાદને રોકવા કરતી હોય છે. હાલમાં કયા દેશો પાસે કે કોની પાસે છે તેની માહિતી ઉપલબ્ધ નથી. આ સ્પાયવેર (PEGASUS SPYWARES NSO GROUP) દ્વારા ફકત સરકારોને જ આપવામાં આવતો હોય છે.

- પેગાસસ સ્પાયવેરને સોફ્ટવેરની દુનિયામાં સૌથી ડેન્જરસ ગણવામાં આવે છે.

- તમારા વપરાશના મોબાઇલને અપડેટ કરતા રહો તેથી નવા વર્ઝનમાં તે વાઇરસ કામ કરી શકે નહિ. જો તમારે વધારે પ્રાઇવેસી જોઇતી હોય તો સાદો બટનવાળો મોબાઇલ વાપરવો. અલગ દેખાતો હોય તેવો કોઇ નંબર રીસીવ ના કરવો જોઇએ.

જે દેશ ભરમાં કોઈપણ મોબાઇલ વપરાશ કર્તાઓએ પેગાસસ સ્પાયવેરથી ડરવું જોઇએ નહી. તે ફકત ચોકકસ લોકો માટે, આતંકવાદને નાથવા તેમજ ખૂબ જ મોઘો અને જે તે સરકારશ્રી દ્વારા ચલાવાતો સોફટવેર હોય છે! ખાસ કેસમાં તેમજ સીમીત સંકાસ્પદ લોકો ઉપર નજર રાખવા માટે ઉપયોગ થતો હોય છે.

દેશના સમાન્ય લોકોથી સરકારશ્રીને કોઇ ખતરો હોતો નથી, હા એટલું જરૂર જણાવું કે તમારૂ ડીવાઇસ ૧૦૦% સલામતતો નથી જ. તેથી કોઇપણ ડીઝીટલ ઉપકરણોનો જરૂર પૂરતો તેમજ અભ્યાસ કરીને જ સલામતી સાથે ઉપયોગ કરવો.

- આવા સ્પાયવેર, રેન્સમવેર, માલવેર થી સાવચેતી રાખવા માટે અજાણ્યા ઇમેઇલ પર વિશ્વાસ કરી લીંક ખોલવી નહી. અથવા સોફટવેરના થર્ડ પાર્ટી વેબસાઇટો પરથી ફ્રી માં મળતા ક્રેક વર્ઝન ડાઉનલોડ કરવા નહી. કારણ કે આવા વાઇરસ કોમ્પ્યુટર કે મોબાઇ ડીવાઇસમાં ઘુસ્યા બાદ તેનું નિરાકરણ કરી ડેટા પાછો મેળવવો ખર્ચાળ અથવા તો અશકય હોઇ શકે છે.

ખરેખર તો ભારતના ઇન્ફોર્મેશન ટેકનોલોજી એકટ અંતર્ગત લોકોનો ડેટા આવા સ્વરૂપે મંજુરી વિના હેક કરી ચીટીંગથી મેળવવો તે કાયદેસરનો ગુનો બને છે.

લી. ગોપાલ વિઠલાણી

સાયબર સીકયુરીટી એકસપર્ટ, રાજકોટ

(11:55 am IST)