Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

વિજયભાઇ રૂપાણી પર શુભેચ્છા વરસાવતાં વજુભાઇ વાળા : લાગણીભીની સંવેદનાનાં પુષ્પો ખીલ્યા

રાજકોટ : વર્તમાન મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીનો આજે જન્મદિવસ છે. ત્યારે આજે શ્રી રૂપાણીએ તેઓના રાજકિય અને લોક સેવાના ક્ષેત્રના દાયકાઓ જુના સાથી વડિલ એવા કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ શ્રી વજુભાઇ વાળાના આશિર્વાદ લીધા હતા. તે વખતની તસ્વીરમાં વિજયભાઇ પર વજુભાઇએ જન્મદિવસની શુભેચ્છાઓ વરસાવી ત્યારે બન્ને વચ્ચે લાગણીભીનાં સંબંધી ખીલી ઉઠ્યા હતા. આ તકે વજુભાઇએ વિજયભાઇને પુષ્પગુચ્છ અર્પણ કરી જન્મદિવસની શુભેચ્છા સહ આશિર્વાદ પાઠવ્યા હતા. તે અન્ય તસ્વીરમાં દર્શાય છે.આ મુલાકાત વેળાએ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રીશ્રી ઈશ્વરભાઈ પરમાર,સાંસદ શ્રી મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્ય સર્વશ્રી ગોવિંદભાઈ પરમાર, લાખાભાઈ સાગઠીયા, અરવિંદ ભાઈ રૈયાણી, મેયરશ્રી પ્રદિપભાઈ ડવ, શ્રીમતી અંજલીબેન રૂપાણી, અગ્રણીશ્રી નીતિનભાઈ ભારદ્વાજ, કમલેશભાઈ મીરાણી, રાજુભાઈ ધ્રુવ, કલેકટરશ્રી અરુણકુમાર મહેશ બાબુ, પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીરઃ સંદિપ બગથરિયા)

(11:52 am IST)