Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

ઐતિહાસિક વિરાસતોનો વિકાસ અને આધુનિક ઇમારતોના નિર્માણમાં મુખ્‍યમંત્રીની પ્રસંશનીય કામગીરી

ગુજરાતના વિકાસની વણથંભી યાત્રાના સુકાની વિજયભાઇએ પક્ષના પાયાના કાર્યકરથી પ્રજાની સાથે જ રહયા છે : વિજયભાઇ રૂપાણીને જન્‍મદિનની શુભેચ્‍છા આપતા રાજુભાઇ ધ્રુવ

રાજકોટઃ ગુજરાત રાજ્‍યના યશસ્‍વી અને ઓજસ્‍વી નેતળત્‍વ ધરાવતા કર્મઠ મુખ્‍યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી પોતાના ગરીમાંપૂર્ણ જીવનના  ૬૫ વર્ષ પૂર્ણ કરી ૬૬માં વર્ષમાં  પ્રવેશ કરી રહ્યા છે ત્‍યારે સૌરાષ્‍ટ્રના ભાજપના પ્રવક્‍તા શ્રી રાજુભાઇ ધ્રુવ દ્વારા તેમના જન્‍મદિવસ નિમિતે સ્‍વસ્‍થ નિરોગી રહે  તેમજ  પોતાના  સફળ નેતળત્‍વ દ્વારા ગુજરાત ને પ્રગતિ-વિકાસના માર્ગે વધુ ને વધુ આગળ વધારી ગુજરાત  સર્વાંગી વિકાસ સાથે દેશમાં ગુજરાતનું આગવું સ્‍થાન દરેક ક્ષેત્રમાં કરે તેવી શુભેચ્‍છા પાઠવી છે.

વિજયભાઇ બાળપણથી જ શ્રી  રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘ (આર.એસ.એસ)ના આદર્શોને વરેલા રહ્યાં છે. રાજકીય ક્ષેત્રમાં તેમની કારકિર્દી સામાજિક કાર્યકર્તાની જેમ જ વૈચારિક નિષ્ઠા અને સમર્પણભાવ સાથે રહી છે. વિદ્યાર્થીકાળમાં એબીવીપીના અગ્રણી કાર્યકર્તા તરીકે ગુજરાત પ્રદેશ સ્‍તરે કાર્ય કર્યું છે.  તેજસ્‍વી દીર્ઘ કારકિર્દીનું ગુણાત્‍મક નિર્માણ રાજકોટ ખાતે થયું છે.  વિદ્યાર્થીઓની સંઘર્ષ સમિતિ દ્વારા ચલાવાતી નવનિર્માણની ચળવળ હોય, સોંપાયેલ કાર્યને પ્રાથમિકતા આપી જવાબદારી નિભાવતી વખતે શ્રી રૂપાણીએ કયારેય પાછું વળીને જોયું નથી.

 સ્‍વાભાવિક રીતે વિદ્યાર્થીકાળ થી નેતળત્‍વના ગુણો ધરાવનાર હોવા છતા તેમણે હંમેશા લો પ્રોફાઇલ સાદગીપૂર્ણ સરળ રહેવાનું પસંદ કર્યુ છે. પાયાના સ્‍તરે પક્ષના કાર્યકર્તાઓ સાથે સામૂહિક જોડાણ જાળવી રાખતી વખતે પણ તેમણે પોતાની જાત સાથેનો સંવાદ વધારે મજબૂત કરવાનો પણ પ્રયત્‍ન કર્યો છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી) સંગઠનનાની સામે આવતા પડકારો ઝીલી સમસ્‍યાઓ દૂર કરી હતી. રાજકોટની ધર્મેન્‍દ્રસિંહજી કોલેજમાં નોંધપાત્ર બહુમતી સાથે તેઓ વિદ્યાર્થી સંગઠનના મહામંત્રી (જીએસ) તરીકે ચૂંટાઇ આવ્‍યાં હતા.

 રાજુભાઇએ ઉમેર્યું કે, કટોકટી દરમિયાન વિજયભાઈ લોકઆંદોલનો સાથે સક્રીય રીતે જોડાયા હતા અને ૧૯૭૬માં ખૂબ જ નાની વયે તેમણે ભૂજ અને ભાવનગરની જેલોમાં એક વર્ષ માટે કોંગ્રેસ દ્વારા લાદવામાં આવેલ કાળી કટોકટી-આપાતકાળમાં મિસા હેઠળ જેલવાસ વ્‍હોર્યો હતો.

  તેઓ રાજકોટના મેયર અને પ્રદેશ સંગઠન માં મહામંત્રી તરીકે પ્રદેશ નેતા પણ બન્‍યા હતા. તેમના મીડિયા ફ્રેન્‍ડલી સ્‍વભાવ-વ્‍યવહાર અને  સમજણવળત્તિ   અને લોકોના  હૃદયસ્‍પર્શી વક્‍તળત્‍વના કારણે તેમને પ્રદેશ ભાજપના પ્રવક્‍તાના પદની જવાબદારી સોંપવામાં આવી હતી.

વર્ષ  ૨૦૦૬થી ૨૦૧૨ સુધી, તેમની પસંદગી રાજ્‍યસભામાં થઈ અને સાંસદ તરીકે તેમણે પોતાની ફરજો ખૂબ જ અસરકારક રીતે અદા કરી હતી. આ સમય દરમિયાન, કેન્‍દ્ર સરકારની વિવિધ સમિતિઓ જેમકે, જળષાોત સમિતિ, ગૌણ કાયદા ઘડવાની સમિતિ, માનવ સંસાધન વિકાસ સમિતિ, પેપર લેઈડ ઓન ધ ટેબલ સમિતિ, કસ્‍ટમ્‍સ બાબતો અને જાહેર વિતરણ સમિતિ, જાહેર સાહસ સમિતિ વગેરેમાં તેમની વરણી થઈ હતી.

 વર્ષ ૨૦૧૩ માં તત્‍કાલીન મુખ્‍યમંત્રી શ્રી નરેન્‍દ્રભાઇ મોદીની સરકાર માં તેમની નિયુક્‍તિ ગુજરાત મ્‍યુનિસિપલ ફાઈનાન્‍સ બોર્ડના ચેરમેન તરીકે થઈ હતી અને રાજ્‍યમાં ૧૫૯ મ્‍યુનિસિપાલિટીને તેમણે વિકાસ તરફ આગળ વધારી હતી. રાજકોટ મ્‍યુનિસિપલ કોર્પોરેશનની સ્‍ટેન્‍ડિંગ કમિટીના ચેરમેન અને વહીવટીકળાના બહોળા અનુભવનાં પગલે એમણે શહેરી વિકાસના નવા જ સીમા ચિન્‍હો સ્‍થાપ્‍યા. રાજકોટના આધુનિક સ્‍વરૂપના પાયામાં એમના કાર્યકાળના વર્ષો પડ્‍યાં છે. એમના મેયરપદ સમયે રાજકોટ લેસ્‍ટર(ઇંગ્‍લેન્‍ડ) સાથે કરાર કરી આંતરરાષ્‍ટ્રીય ફ્‌લક પર પહોંચ્‍યું હતું.

 નરેન્‍દ્રભાઇ મોદીએ સૌરાષ્‍ટ્રને પાણીની સૌની યોજનાની ભેટ આપી છે, એ યોજના આગળ ધપાવવા માટે વિજયભાઈ રૂપાણીએ સતત પરિશ્રમ કર્યો છે. તેઓ કોર્પોરેટર હતા, ચેરમેન હતા ત્‍યારે રાજકોટમાં પાણીની સમસ્‍યા હતી. એ આખી સ્‍થિતિથી તેઓ વાકેફ હતા. એટલે સરકાર સાથે સંકલન કરતા. સરકારનો હિસ્‍સો બન્‍યા પછી એમણે સતત એ કોશિશ કરી કે રાજકોટને પાણી મળે. આજે રાજકોટ-સૌરાષ્‍ટ્રમાં જળ સમસ્‍યા ભૂતકાળ બની છે.

 વિજયભાઈ રાજકોટ-૬૯ વિધાનસભા મતક્ષેત્રમાંથી તા. ૧૯-૧૦-૨૦૧૪ના રોજ ધારાસભ્‍ય તરીકે ચૂંટાઈ આવ્‍યા, તેઓએ તા. ૧૯-૧૧-૨૦૧૪ના રોજ પરિવહન અને પાણી પુરવઠા, શ્રમ અને રોજગાર વિભાગના મંત્રી તરીકે કાર્યભાર સંભાળ્‍યો હતો. વિજયભાઈની અસરકારક કામગીરીના પગલે પાણી પુરવઠાના કાર્યોમાં થતા વિલંબની ફરિયાદો ખૂબ જ ઘટવા લાગી. ૧૯ ફેબ્રુઆરી ૨૦૧૬ને શુક્રવારના રોજ શ્રી વિજયભાઈ રૂપાણીની ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી. રાજુભાઈ ધ્રુવે વધુમાં જણાવ્‍યું  છે કે ૭ ઓગસ્‍ટ ૨૦૨૧ના રોજ મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણી શાસનનાં પાંચ વર્ષ પૂરા થઇ રહ્યા છે. ગુજરાતમાં શાસનના સળંગ પાંચ વર્ષ પૂર્ણ કરનાર તેઓ ચોથા મુખ્‍યમંત્રી બનશે. એ પહેલાં સ્‍વ. હિતેન્‍દ્ર દેસાઈ, સ્‍વ. માધવસિંહ સોલંકી, શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ આ કાર્યકાળ પૂરો કર્યો છે. 

 તેમના નેતળત્‍વ માં સરકારે ૧૫૦૦ જેટલી યોજનાઓ-નિર્ણયો લઈ અસાધારણ ઉત્‍કળષ્ટ કામ કર્યું છે. સૌરાષ્‍ટ્ર ખાતે સૌની યોજના દ્વારા રાજકોટના આજી સહિત ના ડેમો ભરવાની વાત હોય કે ગુજરાતને એઇમ્‍સ, એરપોર્ટ, સાયન્‍સ સીટી મળવાની વાત હોય કે સ્‍માર્ટ સીટી બનાવવાની વાત હોય કે આધુનિક રસ્‍તાઓ-ફ્‌લાયઓવર બ્રિજની વાત હોય કોરોના મહામારીની સામે યુદ્ધના સમયમાં પણ ગુજરાતમાં લોકવિકાસ-કલ્‍યાણના કામો અટકયા નથી. એકદમ સાહજિકતા અને સરળતા સાથે સતત સક્રિય રહી ઝુંબેશ સ્‍વરૂપે ગુજરાતની વિકાસ યાત્રાને આગળ વધારી છે એવું જણાવતા રાજુભાઈ ધ્રુવે મુખ્‍યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનાં જન્‍મદિવસ નિમિતે અને તેમના નેતળત્‍વ હેઠળ રાજ્‍ય સરકારના પાંચ વર્ષ પૂર્ણ થયાના અવસરે શુભેચ્‍છા પાઠવી છે.  તેમ યાદીના અંતમાં જણાવાયું છે.

(11:24 am IST)