Gujarati News

Gujarati News

News of Friday, 2nd August 2019

ગુજરાત બનશે હરિયાળુઃ ૧૦ કરોડ વૃક્ષો ઉછેરાશેઃ વિજયભાઇનો સંકલ્પ

રાજકોટનાં આજીડેમે મુખ્યમંત્રીનાં ૨૨,૯૯૫ દિવસનાં આયુષ્યને વધાવવા ૨૨,૯૯૫ વૃક્ષોનું રાજયનું પ્રથમ અર્બન ફોરેસ્ટ : ૬૩માં જન્મદિને વૃક્ષઉછેરની યોજનાને વધાવતા મુખ્યમંત્રીઃ મેગા સેવાસેતુ કાર્યક્રમમાં લોકો ઉમટયાઃ ''વહાલી દિકરી'' યોજનાનો પ્રારંભ

હરિયાળો સંકલ્પઃ રાજકોટના આજી ડેમ ખાતે ૨૨ હજાર વૃક્ષોના 'અર્બન ફોરેસ્ટ' પ્રોજેકટનો પ્રારંભ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વૃક્ષારોપણ કરીને આજે સવારે કરાવ્યો હતો તે વખતની તસ્વીરમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, તેમના પત્ની અને ભાજપ મહિલા મોર્ચાના હોદેદાર અંજલીબેન રૂપાણી, મેયર બીનાબેન આચાર્ય, ભાજપ પ્રદેશ અગ્રણી નીતિન ભારદ્વાજ, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠિયા, અરવિંદભાઈ રૈયાણી, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, દંડક અજય પરમાર, પૂર્વ શહેર પ્રમુખ ભીખાભાઈ વસોયા, વિપક્ષી નેતા વશરામભાઈ સાગઠિયા, ડે. મેયર, મ્યુ. કમિશ્નર બંછાનિધી પાની, કલેકટર રાહુલ ગુપ્તા, પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, રાજ્યના વનમંત્રી ગણપતભાઈ વસાવા વગેરે વૃક્ષ ઉછેરનો સંકલ્પ લઈ રહેલા દર્શાય છે. અન્ય તસ્વીરમાં ભાજપના અગ્રણી અને રાજકોટના રાજવી પરિવારના માંધાતાસિંહજી મનોહરસિંહજી જાડેજા, પરેશ ગજેરા અને પૂર્વ કોર્પોરેટર કેતન પટેલ, શહેર ભાજપના મહામંત્રીઓ કિશોર રાઠોડ, દેવાંગ માંકડ, જીતુ કોઠારી પ્રમુખ કમલેશ મીરાણી, પ્રદેશ અગ્રણી અને સિનિયર કોર્પોરેટર નિતીન ભારદ્વાજ તથા કોર્પોરેશનના પદાધિકારીઓ અને પર્યાવરણાદીદ વી.ડી.બાલા નિવૃત અધિકારી વન વિભાગ મુખ્ય મંત્રીશ્રીનું લાગણીભીનું સન્માન કરી રહેલા દર્શાય છે. અન્ય તસ્વીરમાં મ્યુ.કમીશનર પોલીસ કમીશનર અને કલેકટરે મુખ્ય મંત્રીશ્રીને છોડ અર્પણ કરી સન્માન કર્યું હતું તે દર્શાય છ.ેજયારે નીતીનભાઇ ભારદ્વાજ, અંજલીબેન રૂપાણી અને મેયર બીનાબેન આચાર્યએ ઔષધિય વૃક્ષો રોપી અને વૃક્ષ જતનનો સંકલ્પ કર્યોહતો તે નજરે પડે છે. (તસ્વીરોઃ સંદીપ બગથરીયા)

રાજકોટ,તા.૨: આજે રાજયનાં મુખ્યમંત્રી અને રાજકોટનાં પનોતા પુત્ર વિજયભાઇ રૂપાણીનાં ૬૩માં જન્મદિને એટલે કે તેઓનાં આજદિન સુધીનાં ૨૨,૯૯૫ દિવસનાં આયુષ્યને વધાવવાં રાજકોટ મ્યુ.કોર્પોરેશને શહેરનાં આજીડેમ પાસે ૨૨,૯૯૫ વૃક્ષોનું ગુજરાતનું સૌ પ્રથમ 'અર્બન ફોરેસ્ટ' નિર્માણ કરવાનો પ્રારંભ મુખ્યમંત્રીશ્રીનાં હસ્તે વૃક્ષારોપણ સાથે કર્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ મ્યુ.કોર્પોરેશનનાં આ રચનાત્મક અને પર્યાવરણ અભિગમને વધાવી અને જાહેર કર્યુ હતુ કે ગુજરાતને હવે હરિત ક્રાંતિ તરફ દોરી જવા અને હરિયાળુ બનાવવાં જરૂરીયાતવાળા ક્ષેત્રોમાં ૧૦ કરોડ વૃક્ષો ઉછેરવાનું સરકાર આયોજન કરી રહી છે.

અર્બન ફોરેસ્ટ પ્રોજેકટ હાથ ધરનાર રાજકોટ રાજયનું સર્વપ્રથમ શહેર બનશે. વૃક્ષો અને તેની આજુબાજુ ની ઈકોસીસ્ટમ જેમ કે વનસ્પતિ, પ્રાણીઓ, જીવજંતુ વિગેરે નું સંરક્ષણ પણ એટલું જ જરૂરી હોય આ હેતુ માટે રચવામાં આવેલ એક બાયોડાયવર્સિટી મેનેજમેન્ટ કમિટી નું ઉધ્દ્યાટન થશે. આ ઉપરાંત કલાયમેટ રેઝીલીયંસ સિટી એકશન પ્લાનપુસ્તિકાનું વિમોચન  મુખ્યમંત્રીશ્રીના હસ્તે થયુ હતુ. ઙ્ગજયારે રાજકોટ મહાનગરપાલિકાના સ્માર્ટ સિટી એરિયા માટેના પ્રિ સર્ટિફિકેશન ઓફ ગ્રીન સ્માર્ટ સિટીની અર્પણ વિધિ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સામેલ વિવિધ પ્રોજેકટ અને યોજનાઓ તેમજ અન્ય મહત્વપૂર્ણ બાબતો અંગે માહિતી આપતા મેયરબીનાબેન આચાર્ય, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેનઉદયભાઈ કાનગડ અને મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ એમ જણાવ્યું હતું.

સમગ્ર દેશમાં રાજકોટ શહેર એક નવી પહેલ કરવા આગળ ધપી રહયું છે. આ કન્સેપ્ટ છે અર્બન ફોરેસ્ટનો. શહેરોમાં પ્રદૂષણની સમસ્યાનો એક મહત્વપૂર્ણ ઉકેલ છે દ્યનિષ્ઠ વ્રુક્ષારોપણ, જોકે રાજકોટ શહેર તો તેનાથી પણ એક કદમ આગળ ધપીને અર્બન ફોરેસ્ટઅર્થાત શહેરી વનનું નિર્માણ કરવાની દિશામાં એક અદભૂત પહેલ કરવા જઈ રહયું છે. રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર અને શહેરની વિવિધ સંસ્થાઓ દ્વારા આજી ડેમ સાઈટ ખાતે રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં આજી ડેમ સાઈટ ખાતે ૪૭ એકર જગ્યામાં અર્બન ફોરેસ્ટ ઉભું કરવાના હેતુ સાથે મોટા પાયે વૃક્ષારોપણ કરવાનું આયોજન હાથ ધરવામાં આવેલ છે.

વ્હાલી દીકરી યોજના

રાજય સરકારશ્રીની વ્હાલી દીકરી યોજના હેઠળ દીકરીને મળતા આર્થિક લાભો પ્રાપ્ત થાય છે. જેમાં જન્મ લેનાર દીકરી ધો.૧મા પ્રવેશ મેળવે ત્યારે રૂ.૪,૦૦૦/-, ધો.૯મા પ્રવેશ મેળવે તારે રૂ.૬,૦૦૦/- અને દીકરી ૧૮ વર્ષની ઉંમર પૂર્ણ કરે ત્યારે રૂ. ૧,૦૦,૦૦૦/- એમ કુલ મળીને તેને રૂ.૧,૧૦,૦૦૦/- ની રકમ પ્રાપ્ત થાય છે ત્યારે  મુખ્યમંત્રીશ્રીએ ધર્મેન્દ્રલિંહજી કોલેજમાં યોજાયેલ સેવા સેતુકાર્યક્રમમાં આ યોજનાનો શુભારંભ કરાવ્યો હતો.

આ પ્રસંગે પ્રેરણાદાયી ઉપસ્થિતિ તરીકે સાંસદ મોહનભાઈ કુંડારિયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, ધારાસભ્યો ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચો પ્રભારી અંજલીબેન રૂપાણી, રાજકોટ શહેર ભાજપ પૂર્વ પ્રમુખ નીતિનભાઈ ભારદ્વાજ, ભીખાભાઈ વસોયા, અનુસૂચિત જાતિ મોરચો રાષ્ટ્રીય મંત્રી ભાનુબેન બાબરીયા, ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા, પૂર્વ મેયર ડાઙ્ખ.જૈમનભાઈ ઉપાધ્યાય, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી દેવાંગભાઈ માંકડ, કિશોરભાઈ રાઠોડ, જીતુભાઈ કોઠારી, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, વિપક્ષ નેતા વશરામભાઈ સાગઠીયા, શાસક પક્ષ દંડક અજયભાઈ પરમાર વિગેરે ઉપસ્થિત રહેશે.

૧૯૫૦ માં કનૈયાલાલ મુનશીએ વન મહોત્સ શરૂ કરાવ્યો

રાજકોટઃ દરેક સમાજમાં વૃક્ષોની પૂજા કરવામાં આવે છે. વર્તમાન સમયમાં દેશમાં વૃક્ષો વધે અને જંગલો વધે તે માટે પ્રયત્નો થઇ રહ્યા છે. ગુજરાતનાં મૂર્ધન્ય લેખક અને મહાન રાજનીતિજ્ઞ કનૈયાલાલ મુનશીએ ૧૯૫૦માં કેન્દ્રીય મંત્રી હતા ત્યારે વન મહોત્સવની શરૂઆત કરાવેલ અને ત્યારથી રાજય સરકાર દ્વારા દર વર્ષે વન મહોત્સવ ઉજવવામાં આવે છે. અગાઉ રાજય સરકાર દ્વારા વર્ષો સુધી ગાંધીનગર ખાતે વન મહોત્સવની ઉજવણી કરવામાં આવતી. છેલ્લા ૧૫ વર્ષમાં રાજયભરમાં ૧૮ જેટલા સાંસ્ક્રુતિક વનોનું નિર્માણ થયું છે તેમ વન મંત્ર ગણપતભાઇ વસાવાએ તેમના ઉદ્દબોદ્બનમાં જણાવ્યુ હતુ.

(3:32 pm IST)