Gujarati News

Gujarati News

News of Thursday, 2nd August 2018

પાણીપુરીના ૧૮ અડ્ડાઓમાથી ૪૦૦ કિલો અખાદ્ય ચીજોનો નાશ

ભગવતીપરા, ધરમનગર, કોટેચાનગર, કાલાવડ રોડ, ગાંધી સ્મૃતિ સોસાયટી સહિતના વિસ્તારોમાં નાયબ આરોગ્ય અધિકારોની ટુકડીના દરોડા : સડેલા ચણા, બટેટા, વાસી તેલ સહિતના જથ્થાનો નાશ

રાજકોટ, તા. ર : પાણીપુરીના અખાદ્ય પદાર્થોથી ચોરગાળો ફેલાતો હોવાની ફરીયાદો ઉઠતા મ્યુ. કોર્પોરેશનના નાયબ આરોગ્ય અધિકારી ડો. રાઠોડની ટીમો દ્વારા આજે સતત ચોથા દિવસે પાણીપુરીના અડ્ડાઓ (ઉત્પાદન કેન્દ્રો)માં દરોડા પાડી કુલ ૧૮ સ્થળોએથી ૪૦૦ કિલો જેટલા વાસી અખાદ્ય પદાર્થોનો નાશ કર્યો હતો.

આ અંગે નાયબ આરોગ્ય અધિકારી ડો. રાઠોડની યાદીમાં જણાવાયા મુજબ પાણીપુરીના વધુ ૧૮ ઉત્પાદન સ્થળે આરોગ્ય શાખાની ટીમો દ્વારા સઘન ચેકીંગ ઝૂંબેશ હાથ ધરવામાં આવેલ. જેમાં સ્થળ પર આરોગ્યપ્રદ સ્થિતી, બનાવટ માટે ઉપયોગમાં લેવાતા વાસણોની સ્વચ્છતા, પુરી તળાવ માટેના તેલ, પાણીપુરીમાં વપરાતા બાફેલા બટેટા, ચણા, ચટણી, મસાલા પાણી, ડુંગળી વગેરે કાચા માલની ચકાસણી કરાયેલ.

ચકાસણી દરમ્યાન કેટલાક સ્થળે મળી આવેલ અત્યંત બીનારોગ્યપ્રદ સ્થિતિમાં સંગ્રહાયેલ કાચોમાલ કુલ મળી આશરે ૪૦૬ કિલો જેટલો તમામ બિનઆરોગ્યપ્રદ જથ્થો સ્થળ પર નાશ કરાવેલ. તેમજ જવાબદાર તમામ વિક્રેતાઓને કાચા માલની ગુણવતા નિયમિતપણે ચકાસવા, તથા ઉત્પાદન સ્થળે આરોગ્યપ્રદ સ્થિતિ જાળવવા કડક સુચના સાથે તાકીદ કરવામાં આવેલ.

શહેરનાં ભગવતીપરા, ગાંધી સ્મૃતિ, ધરમનગર, પારડી રોડ, કોટેચાનગર, કાલાવડ રોડ વગેરે વિસ્તારોમાં કુલ ૧૮ સ્થળોએ ચેકીંગ કરાયેલ જેમાં ૧પ સ્થળોએથી કુલ ૩પ કિલો દાજયુ તેલ ત્થા ૧રપ કીલો અને ૩૪ કિલો સડેલા વાસી બટેટા, વાસી ચણા ૧૧૩ લીટર, દુર્ગધયુકત પડતર પાણી ત્થા પ૮ લીટર હાનિકારક કલરયુકત ચટણી વગેરે સહિત કુલ ૪૦૦ કિલો વાસી અખાદ્ય પદાર્થોનો નાશ કરાયેલ.

(5:03 pm IST)