Gujarati News

Gujarati News

News of Thursday, 2nd August 2018

લીંબાસીયા પરિવાર સોશ્યલ ગ્રુપ દ્વારા રવિવારે વિદ્યાર્થી સન્માન- આરોગ્યલક્ષી કેમ્પ

રકતદાન કેમ્પ- સર્વરોગ નિદાન- વ્યસન મુકિત જાગૃતિ- ભણતર અને ગણતર અંગે છાત્રોને માર્ગદર્શન- પર્યાવરણ અભિયાનનો સંદેશો પ્રસારાવાશે

રાજકોટ,તા.૨: લીંબાસિયા પરિવાર સોશ્યલ ગ્રુપ દ્વારા આયોજીત વિદ્યાર્થી સન્માન સમારોહ વિવિધ આરોગ્યલક્ષી કાર્યક્રમોનું આયોજન અગામી તા.૫ઓગ્ષ્ટના રવિવારના રોજ બપોરના ૨ થી સાંજે ૭ દરમ્યાન રાજકોટ મહાનગર પાલિકા પંડિત દીન દયાલ ઉપાધ્યાય કોમ્યુનિટી હોલ (પેડક રોડ, સેટેલાઈટ ચોક, પેડક પાસે) ખાતે કરવામાં આવ્યું છે.

આ સમારોહમાં સમાજના અગ્રણીના હસ્તે ૫૦૦ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપશે. સાથે બ્લડ ડોનેશન કેમ્પ તથા આરોગ્યલક્ષી કોમ્પ પણ રાખેલ છે.

આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને પ્લાસ્ટીકનો બીનજરૂરી વપરાશ ટાળીને પર્યાવરણ કુદરતી સંસાધનનો મહતમ ઉપયોગ કરવાના શપથ લેવડાવવામાં આવશે. વ્યસનમુકિત અંગે જાગૃતિ કરાવાશે. તેમજ ભણતર અને ગણતર અંગે છાત્રોને માર્ગદર્શન અપાશે.

તસ્વીરમાં લીંબાસીયા પરિવાર સોશ્યલ ગ્રુપના પ્રમુખ- વસંતભાઈ લીંબાસીયા, માનદમંત્રી- પ્રવીણભાઈ લીંબાસીયા, ઉપપ્રમુખ- ડાયાભાઈ લીંબાસીયા, સલાહકાર- શિવલાલભાઈ લીંબાસીયા, કારોબારી સભ્ય- ગોરધનભાઈ લીંબાસીયા, દિનેશભાઈ લીંબાસીયા, રમેશભાઈ લીંબાસીયા અને કોઓર્ડીનેટર- હિમાંશુભાઈ લીંબાસીયા નજરે પડે છે.(તસ્વીરઃ અશોક બગથરીયા)

(4:36 pm IST)