Gujarati News

Gujarati News

News of Thursday, 2nd August 2018

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી ના જન્મ દિવસે શુભેચ્છાઓ પાઠવતા રાજકોટના ધારાસભ્યો : ગોવિંદભાઇ પટેલ, અરવિંદભાઇ રૈયાણી, લાખાભાઇ સાગઠીયા

ગુજરાતના વિકાસ માટેતેઓએ સંર્પર્ણ યોગદાન આપ્યું છે

રાજકોટ તા ૨ : આજે ગુજરાત રાજયના મુખ્ય મંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીનો જન્મ દિવસ છે અને સમગ્ર ગુજરાતના લોકોએ તેની ઉજવણી કરી છે, ત્યારે રાજકોટના ધારાસભ્યોએ  તેમને જન્મદિનની શુભેચ્છા પાઠવતાં જણાવ્યું છે કે 'વિજયભાઇએ ખરા અર્થમાં બે વર્ષના કાર્યકાળમાં ગુજરાત રાજયને મોડલ બનાવ્યું છે.

સતત કાર્યશીલ રહેતા ભેખધારી મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી સાવ કોમન મેન કે, જેઓ સામાન્ય માનવીને મળી લોકહિત પ્રશ્નોમાં હર-હંમેશ ધ્યાન આપ્યું છે તેમણે ગુજરાતમાં સુખ-શાંતિ-સમૃદ્ધિ બનાવનાર મુખ્યમંત્રીશ્રીને લાખ લાખ શુભેચ્છાઓ માડવીએ છીએ તેેમ ધારાસભ્યો વગેરેએ સંયુકત યાદીમાં જણાવ્યું છે.

(4:14 pm IST)