Gujarati News

Gujarati News

News of Thursday, 2nd August 2018

મવડી ચોકડી પાસે દરજીની દુકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

 

રાજકોટ :રાજકોટના મવડી ચોકડી પાસે આવેલ રવિરત્ન મેઈન રોડ પરની  દરજીની દુકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે

   અંગેની વિગત મુજબ રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ,સંયુકત પોલીસ કમિશનર તથા ડે ,નાયબ પોલીસ કમિશ્નર (ઝોન-) તથા ડે.મદદનીશ પોલીસ કમિશ્નર (પશ્ચીમ વિભાગ) ની સુચનાથી પ્રોહીબીશન તથા જુગાર સંબંધી ગુન્હા શોધી કાઢવા સુચન કરેલ હોય જેથી માર્ગદર્શન મુજબ ,એસ,આઇ. વી.એન. કુછડીયા તથા પો.કોન્સ, મેલસિંહ ચુડાસમા તથા પુષ્પરાજસિંહ જાડેજાતથા હરદેવસિંહ જાડેજા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો કોન્સ પુષ્પરાજસિંહ જાડેજા તથા પો.કોન્સ હરદેવસિંહ જાડેજા ના મળેલ ખાનગી બાતમીના આધારે પ્રશાંત તુલસીભાઈ ગોહેલ ( ,,30)રહે,પ્રિયદર્શની સોસાયટી શેરી નં 'જય સીયા રામ" મકાન મવડી ચોકડી પાસે ચાલીસનો રોડ  રવિ રત્ન પાર્ક રવિ રત્ન મેઈન રોડ શેરી ને શ્રી રામ ટેલર દુકાનમા ઇંગલીશ દારૂનો જથ્થોરાખેલ છે જેથી હકીકત આધારે તપાસ કરતા નીચે ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે. કેશની આગળની તપાસ ઐસ.આઈ વી.એન કુછડીયા ચલાવી રહેંલ છે,

  પોલીસે આરોપી પ્રશાંત તુલસીભાઈ ગોહેલ દરજી ( ઉવ-30 ) (રહે. પ્રીયા સોસાયટી 'જય સીયા રામ"મવડી ચોકડી પાસે ચાલીસનો રોડ રાજકોટ) ને ઝડપી લઈને રૌયલ ચેલેન્જ ક્લાસીક પ્રીમીયમ વિસ્કી ૭પ0 એમ,એલ,ની ફોર સેલ ઈન હરિયાણા ઓન્લી વાળી ઈંગ્લીશ દારૂનીની સીલ પેક બોટલ ,32 જે એકની કિંમત 300 લેખે 9600નો મુદામાલ કબજે કરેલ છે,

(11:57 pm IST)