Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

નામચીન ડ્રગની વેપારી સુધાબેન ધામેલીયાને પકડી પાડતી SOG પેરોલ ફર્લો સ્‍કોડ

રાજકોટ, તા. ર : રાજકોટ શહેરના મ્હે.મોલીસ કમીશ્નર શ્રી મનોજ અગ્રવાલ સાહેબ તથા સંયુક્ત પોલીસ કમીશ્નર શ્રી અહેમદ ખુરશીદ સાહેબ તથા નાયબ પોલીસ કમીશ્નર ઝોન ૧ શ્રી પ્રવીણકુમાર મીણા સાહેબ તથા નાયબ પોલીસ  કમીશ્નર શ્રી ઝોન-ર મનોહરસિંહ જાડેજા સાહેબ આમ તમામ ઉચ્ચ અધીકારીશ્રીઓ તરફથી રાજકોટ શહેર મા નાશતા ફરતા તથા પેરોલ જમ્પ આરોપીઓ પકડી પાડવા અંગેની ડ્રાઇવ ચાલતી હોય તથા મ્હે.ડી.જી.પી.સા.ગુજરાતા રાજ્ય ગાંધીનગર દ્વારા ડ્રગ્સ તેમજ નશાકારક પદાર્થોનુ વેચાણ કરતા ઇસમો ઉપર ઘોસ બોલાવવાનો સ્પષ્ટ આદેશ હોય

જે અનુસંધાને આવા ધંધાઓ સાથે સંકળાયેલા તથા નાશતા ફરતા ઇસમો વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા મદદનીશ પોલીસ કમીશ્નર શ્રી ડી.વી.બસીયા સા.કાઇમ બ્રાંચ નાઓએ આદેશ આપેલ. જેથી એસ.ઓ.જી.શાખાના પોલીસ ઇન્સપેક્ટર શ્રી આર.વાય.રાવલ સા. નાઓએ તાબાના પો.સબ.ઇન્સ. એમ.એસ.અંસારી તથા સ્ટાફના અન્ય માણસોને એસ. ઓ.જી.ઓફીસે રૂબરૂ બોલાવી પરીસ્થીતીથી વાકેફ કરી જરૂરી સુચનાઓ આપી અલગ-અલગ ટીમો બનાવી શહેર વિસ્તારમા પેટ્રોલીંગ ફરી આવા ઇસમો વિરુધ્ધ મળી આવે કાયદેશર અને સખત કાર્યવાહી કરવા જણાવેલ, જેમા એક ટીમમાં પો.સબ.ઇન્સ,.એમ.એસ.અંસારી તથા સાથેના એસ.ઓ.જી શાખાના પો.હેડ.કોન્સ.વીજેદ્રસીહ ઝાલા ઉપરાંત પેરોલ ફર્લો સ્કોડના પો.કોન્સ.અજરૂદીનભાઇ બુખારી તથા મહિલા પો.કૉન્સ.સોનાબેન મુળીયા તથા મહીલા પો.કોન્સ.શાંન્તુબેન મુળીયા નાઓ ખાનગી ફોરવ્હીલ વાહનમાં પેટ્રોલીંગમાં રહેલા.

દરમ્યાન સાથે પો.હેડ.કોન્સ,વીજેદ્રસીંહ ઝાલા તથા પો.કોન્સ.અજરૂદીનભાઇ બુખારી તથા પો.કોન્સ. સીરાજભાઇ ચાનીયા નાઓને સંયુક્ત રાહે ચોક્કસ બાતમી હકીકત મળેલ કે, નામચીન ડ્રગ્સની (એમ.ડી) ની વેપારી નામે સુધાબેન વા/ઓફ સુનીલભાઇ ધામેલીયા ઉ.વ-૩૯ રહે.રયાધાર સ્લમ ક્વાર્ટર નં-૫૦૬ ગાંધીગ્રામ રાજકોટ વાળી કે જે બી-ડીવીઝન પો.સ્ટે.ગુ.ર.નં-૧૧ર૦૮૦૫૧ર૧૦૬૯૮/ર૦ર૧ એન.ડી.પી,એસ.એક્ટની કલમ ૮(સી),૨૧(બી) તથા ર૯ મુજબના ગુનામાં નાસતી ફરતી છે.જે હાલમા ગૌવલીવાડ વિસ્તારમા પોતાનુ કાળા કલરનુ એક્ટીવા લઇ ઉભેલ છે.જે બાતમી આધારે તુરત જ પો.સબ.ઇન્સ, એમ.એસ.અંસારી તથા પો.હેડ.કોન્સ.વીજેદ્રસીહ ઝાલા તથા પો.કોન્સ.અજરૂદીનભાઇ બુખારી તથા મહિલા પો.કોન્સ.સોનાબેન મુળીયા તથા મહીલા પો.કોન્સ.શાંન્તુબેન મુળીયા નાઓ કે જે અગાઉથી ખાનગી ફોરવ્હીલ વાહનમા પેટ્રોલીંગમાં હતા તેઓ બાતમી મળતા જ સદરહુ જગ્યાએ જવા નીકળેલા,

 

ત્યારબાદ આ ખાનગી સ્વીફ્ટ ગાડી પો.સબ.ઇન્સ. એમ.એસ.અંસારી નાઓ ડ્રાઇવ કરતા હતા તથા સાથેના અન્ય સ્ટાફના માણસો આગળ તેમજ પાછળ બેસેલ હતા. જે સ્વીફ્ટ ગાડીને આ સુધા ખુબ જ સાતીર હોય દૂરથી જ ઓળખી ગયેલ અને પોતાનુ આ કાળા કલરનુ એક્ટીવા લઇ અને ગવલીવાળ વિસ્તારમા શેરી ગલીઓમાં નાશવા લાગેલ,જેથી આ નાની શેરી ગલીઓમા સ્વીફ્ટ કાર લઇ તેને પકડવુ ખુબ જ ચેલેન્જીંગ કામ થઇ ગયેલ.ત્યારબાદ સ્વીફ્ટ ગાડીમા સાથેના મહિલા પો.કોન્સ શાંતુબેન મુળીયા તથા મહિલા પો.કોન્સ સોનાબેન મુળીયા નાઓએ સુજબુજ વાપરી કાર ઉભી રખાવી નીચે ઉતરી જઇ શેરીમાં એક ઘર પાસે પડેલ એક્ટીવા ઘરના વ્યક્તી પાસેથી પોતાની પોલીસની ઓળખ આપી અને આ સુધાને પકડવા માટે ગાડીની જરૂર હોય ગાડીની મદદ માંગી ગાડી લઇ અને બન્ને મહીલા પો.કૉન્સ એ એક્ટીવા મો.સા મા બેસી એક્ટીવાથી શેરી ગલીઓમાં પીછો કરી ગવલીવાડ હરીજનવાસ  ના નાકેથી મજકુર સુધાને રોકી/આંતરી ઝડપી પાડી કાયદેશરની કાર્યવાહી કરી ઉપરોક્ત ગુનાની તપાસ પો.ઇન્સ.સા કુવાડવા રોડ પો.સ્ટે.રાજકોટ શહેરનાઓ કરતા હોય મજકુર મહીલા આરોપી બહેનને કુવાડવા રોડ પો.સ્ટે સોંપી આપી નાસતી ફરતી આરોપી બહેનને પકડી સુંદર કામગીરી કરેલ છે.

મહીલા આરોપી બહેન :-

સુધાબેન વા/ઓફ સુનીલભાઇ ધામેલીયા ઉ.વ-૩૯ રહે.રૈયાધાર સ્લમ ક્વાર્ટર નં-૫૦૬ ગાંધીગ્રામ રાજકોટ

મહીલા આરોપી બહેનનો ગુનાહીત ઇતીહાસ:-

રાજકોટ શહેર પ્ર.નગર પો.સ્ટે ફ.ગુ.ર.નં-૨૦૮/ર૦૧૪ આઇ.પી.સી કલમ ૩ર૬,૧૪૩,૧૪૭,૧૪૮

 રાજકોટ શહેર ગાંધીગ્રામ-ર(યુની)પો.સ્ટે સે.ગુ.ર.નં-૭૧/ર૦૧૯ જુ.ધા કલમ-૧૨

 રાજકોટ શહેર બી-ડીવીઝન પો.સ્ટે સે.ગુ.ર.નં-૨૨૫/ર૦૧૯ એન.ડી.પી.એસ.એક્ટ કલમ ૮(સી),૨૧,૨૯ મુજબ ગુન્હો નોંધાયેલ છે.

કામગીરી કરનાર અધિકારી/કર્મચારી:- એ.સી.પી. ક્રાઇમ શ્રી ડી.વી.બસીયા સા. તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર.વાય.રાવલ સા. તથા પોલીસ સબ ઇન્સપેકટર એમ.એસ.અંસારી તથા એ.એસ.આઇ. ઝહીરભાઇ ખફીફ તથા પો.હેડ.કોન્સ. વીજેન્દ્રસિંહ ઝાલા પો.કોન્સ. અનીલસીંહ ગોહીલ તથા પો.કોન્સ સીરાજભાઇ ચાનીયા તથા પો.કોન્સ અઝરૂદિનભાઇ બુખારી તથા પો.કોન્સ પ્રદિપસિંહ ગોહિલ તથા પો.કોન્સ યોગેન્દ્રસિંહ ઝાલા તથા મહિલા પો.કોન્સ સોનાબેન મૂળીયા તથા શાંતુબેન મુળીયા નાઓ દ્વારા કામગીરી કરવામા આવેલ છે.

(11:13 pm IST)