Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

કુંડલીયા કોલેજમાં કોરોના રસીકરણ કેમ્પ

રાજકોટ : શ્રીમતી જે. જે. કુંડલીયા કોમર્સ કોલેજ દ્વારા કોરોના વેકસીનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું કોરોનાની મહામારી દરમિયાન કોલેજના એન. એન. એસ. વોલટીયર્સ કે જેઓએ સાચા અર્થમાં માનવ સેવા કરી પોતાની જવાબદારી નિભાવી હતી. એવા એન. એન. એસ. વોલટીયર્સનું સર્ટીફીકેટથી સન્માન કરવામાં આવ્યું સાથે સાથે એન. એન. એસ. વોલટીયર્સ જેઓએ પોતાના ગામમાં કે શહેરમાં રહીને લોકોને કોરોના રસીકરણ વિશે જાગૃત કરી ગામડાઓમાં રસીકરણ કેમ્પનું આયોજન કરેલ. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે કુલપતિ ડો. નિતીનભાઇ પેથાણી તથા ઉપકુલપતિ ડો. વિજયભાઇ દેશાણી ખાસ હાજર રહ્યા હતાં. મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ડો. અલ્પનાબેન ત્રિવેદી શ્રીમતી જે. જે. કુંડલીયા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના પ્રિન્સીપાલ ડો. યજ્ઞેશભાઇ જોષી, શ્રીમતી જે. જે. કુંડલીયા કોમર્સ કોલેજના પ્રીન્સીપાલ ડો. પ્રીતિબેન ગણાત્રા તથા મેડીકલ ટીમ ઓફીસર ચાર્મીબેન ઉપસ્થિત રહ્યા હતાં. રસીકરણ કેમ્પમાં સોશીયલ ડીસ્ટન્સનું કડક પાલન કરવામાં આવ્યું કેમ્પમાં કોલેજના વિદ્યાર્થીઓ તથા તેમના સગા-સબંધીઓએ ભાગ લીધો હતો જેમાં ૧૮+ ઉમરના ર૧પ લોકોએ તથા ૪પ+ ઉપરના ૮૦ લોકોએ વેકસીનેશન કેમ્પમાં ભાગ લીધેલ કેમ્પનું સંચાલન કોલેજના અધ્યાપક ડો. એચ. આર. ભાલીયા, ડો. દિલીપસિંહ ડોડીયાએ કરેલ તથા ડો. મીનાબેન મકવાણાએ એન્કરીંગ કરેલ. કાર્યક્રમની આભારવિધી ડો. પ્રીતીબેન ગણાત્રાએ કરેલ.

(4:10 pm IST)