Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

સાંઢીયા પુલ પાસે ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો સંદીપ ગોસાઇ પકડાયો

રાજકોટ તા. ૨ : જામનગર રોડ સાંઢીયા પુલ પાસે ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા શખ્સને ક્રાઇમ બ્રાંચની ટીમે ઝડપી લીધો હતો.

મળતી વિગત મુજબ જામનગર રોડ સાંઢીયા પુલ પાસે એક શખ્સ જુગાર રમતો હોવાની ક્રાઇમ બ્રાંચના એ.એસ.આઇ. ચેતનસિંહ ચુડાસમાને બાતમી મળતા પી.આઇ. વી.કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ વી.જે.જાડેજા, એ.એસ.આઇ. જયેશભાઇ, ચેતનસિંહ, હિતેન્દ્રસિંહ, ભરતસિંહ, મહેશભાઇ, શકિતસિંહ અને સ્નેહભાઇ સહિતે સાંઢીયા પુલ પાસે દરોડો પાડી ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા સંદીપ ધીરજભારથી ગોસાઇ (ઉ.૩૭) (રહે. શિવમ પાર્ક બ્લોક નં. ૨ શેરી નં. ૫, રેલનગર-૩, હાલ રહે. રેલનગર-૧ સાધુ વાસવાણી કુંજ રોડ, શ્રધ્ધા એપાર્ટમેન્ટ)ને પકડી લઇ મોબાઇલ ફોન સહિતની મત્તા કબ્જે કરી હતી.

(3:20 pm IST)