Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

ઇન્દિરા સર્કલ બ્રીજ નીચે બાકડા પરથી અજાણ્યા વૃધ્ધની લાશ મળી

ગાંધીગ્રામ પોલીસે વૃધ્ધની ઓળખ મેળવવા તપાસ

રાજકોટ તા. રઃ દોઢસો ફુટ રોડ ઇન્દિરા ર્સકલ ઓવર બ્રીજ નીચે બાંકડા પર એક અજાણ્યા વૃધ્ધની લાશ મળી આવતા ગાંધીગ્રામ પોલીસેે તપાસ હાથ ધરી છે.

મળતી વિગત મુજબ ઇન્દિરા સર્કલ ઓવરબ્રીજ નીચે બાકડા ઉપર એક આશરે ૬૦ વર્ષના અજાણ્યા વૃધ્ધ બેભાન હાલતમાં પડેલ હોઇ કોઇએ ૧૦૮માં જાણ કરતા ૧૦૮ ની ટીમે સ્થળ પર પહોંચી તપાસ કરતા વૃધ્ધનું મૃત્યુ નિપજયું હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી જાણ થતા ગાંધીગ્રામ પોલીસ મથકના પી.એસ.આઇ. પી. કે. ક્રિશ્ચિયન તથા રાઇટર અર્જુનભાઇ આહીરે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. વૃધ્ધના નાકમાંથી લોહી નીકળેલું જોતા તેના મોતનું કારણ જાણવા પોલીસે વૃધ્ધના મૃતદેહને પી.એમ. માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. મૃતક વૃધ્ધે બ્લ્યુ કલરનો શર્ટ તથા બ્રાઉન કલરનું ગંજી અને ગ્રે કલર જેવું પેન્ટ પહેરેલ છે. જો કોઇ આ વૃધ્ધના સગા સંબંધી હોય તો ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ફોન નંબર ૦ર૮-રપ૮૮૦૮પ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(3:19 pm IST)