Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

વેલડન રાજકોટઃ હવે કોરોના મુકત થઇ જશુઃ સાજા થવાનો રેસિયો ત્રણ ગણો વધ્યો

આજે પણ બપોર સુધીમાં '૦' કેસઃ ગઇ ૨૪ કલાકમાં માત્ર ૪ કેસ નોંધાયા તેની સામે ૧૨ દર્દીઓ સાજા થયા : ૯૨ લોકો સારવાર હેઠળઃ આજ સુધીમાં કુલ ૪૨,૭૧૯ને કોરોના થઇ ગ્યો અને ૪૨,૧૬૦ સાજા થયા

રાજકોટ તા.૨:  છેલ્લા ૧૫ મહિનાથી સમગ્ર દેશમાં હાહાકાર મચાવનાર કોરોનાની બીજી લહેર એપ્રિલ માસમાં ઘાતક રૂપ સાબિત થઇ હતી ત્યારે કોરોના કેસ અને મોતનાં  આંકનો ગ્રાફ એકદમ ઉંચો   જોવા મળી રહ્યો હતો. પરંતુ છેલ્લા સપ્તાહથી કેસ અને મોતનાં આંકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે સાથો સાથ દર્દીઓ સાજા થવાનો રેસીયો ત્રણ ગણો વધી ગયો છે. રાજકોટ કોરોના મુકતિ તરફ આગળ વધી રહ્યુ છે. શહેરમાં આજે પણ બપોર સુધીમાં એકેય કેસ નોંધાયા નથી.

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં '૦' કેસ નોંધાયા છે. શહેરમાં અત્યાર સુધીમાં કુલ  ૪૨,૭૧૯ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે.

ગઇકાલે કુલ ૨૨૧૧ સેમ્પલ લેવાયા હતા.જેમાં ૪ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૦.૧૮  ટકા થયો  હતો. જયારે ૧૨ દર્દીઓે સાજા થયા હતા.

આજ દિન સુધીમાં  ૧૧,૯૫,૧૮૪ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૪૨,૭૧૯ સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૩.૫૭ ટકા થયો છે.જયારે રિકવરી રેટ ૯૮.૭૧ ટકાએ પહોંચયો છે.

જયારે શહેરમાં હાલમાં સરકારી હોસ્પિટલ, ખાનગી હોસ્પિટલ તથા હોમ આઇસોલેશન હેઠળ ૯૨  દર્દીઓ સારવાર હેઠળ છે.

(3:15 pm IST)