Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

થૂંકવા ઉપર GST ની રાજયમાં કદાચ પ્રથમ ઘટના

એસટી બોર્ડનો જબરો પરિપત્ર : ગમે તેનો દંડ કરો ૧૮% GST લેવોઃ રાજકોટમાં થૂંકવા પર GST લેવાયો !!

ર૭ જુનની ઘટનાઃ એક મહિલા મૂસાફર નવા બસ સ્ટેન્ડમાં ઝપટે ચડયા

રાજકોટ તા.ર :એસ.ટી.બોર્ડદ્વારા વિવિધ દંડ ઉપર જી.એસ.ટી.લગાડવાનો વિચિત્ર પરિપત્ર અમલી બનાવ્યો છે જેના કારણે રાજકોટના નવા બસ પોર્ટમાં થુંકનારા મહિલા પેસેન્જર પાસે થૂંકવા અંગે જી.એસ.ટી. સહીતનો દંડ વસુલાયો  હતો.

આ અંગે સત્તાવાર પ્રાપ્ત વિગતો મુજબ ર૭ જુને રાજકોટના નવા બસ પોર્ટમાં મહીલા પેસેન્જરે થૂંકતા ફરજ પરના અધિકારીએ તેઓને રૂ.૧૬૪ નો દંડ અને તેની ઉપર રૂ.૩૬ નો જી.એસ.ટી. લગાડી કુલ રૂ.ર૦૦ નો દંડ વસુલ કરી આ અંગેની પહોચ આપી હતી.

આ બાબતે એસ.ટી.ડેપોમાં અધિકારી નિશાંત વરમોરાનો સંપર્ક કરતા તેઓએ જણાવેલ કે એસ.ટી.બોર્ડની સુચનાથી દરેક દંડ ઉપર જી.એસ.ટી. વસુલવામાં આવે છે.

(4:09 pm IST)