Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

ગુજરાતમાં બેફામ મોંઘવારીઃ પેટ્રોલ-ડીઝલના ભાવો આસમાનેઃ જનતાને હાલાકી

સરકાર તાકિદે પગલા ભરે નહી તો ઉગ્ર આંદોલનઃ કલેકટરને આવેદન

રાજકોટ તા. ર :.. રાજીવ ગાંધી ઓલ ઇન્ડીયા કોંગ્રેસના ગુજરાત એકમે કલેકટરને આવેદન પાઠવી રાજયમાં વધતી મોંઘવારી અંગે રજૂઆતો કરી હતી.

આવેદનમાં જણાવેલ કે, દેશમાં ચાલી રહેલી મહામારીના પ્રકોપથી જનતા ત્રાહીમામ પોકારી ગઇ છે, એવા સમયે જનતા પર પડયા પર પાટું એવું સરકારની નીતિઓમાં અગત્યના પગલા લેવા જરૂરી છે. જેમ પેટ્રોલ - ડીઝલના ભાવ વધારા સતત થઇ રહ્યા છે. જનતા ખૂબ તકલીફ વેઠી રહી છે. અને સ્કુલો બંધ હોવા છતાં સ્કુલમાંથી વાલીઓને ફી માટે એસએમએસ દ્વારા માગણી કરવામાં આવી રહી છે જે હાલની હાલાકી પ્રજા વેઠી રહી છે.

આ ટાઇમમાં આવા નિર્ણયો અયોગ્ય છે, તો આપના માધ્યમથી સરકારને સચેત કરવા માંગીએ છીએ કે આવી અયોગ્ય પ્રવૃતિઓને જો સરકાર નાબુત કરવામાં નિષ્ફળ નીવડે તો આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલન એક માત્ર વિકલ્પ રહી જાય છે.

(3:09 pm IST)