Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

ગુજરાતના મહત્વના શહેરોમાં જેલ અધિક્ષક તરીકે ફરજ બજાવનાર અરૂણકુમાર વ્યાસનું રાજકોટમાં અવસાન

રાજકોટ,તા. ર : ગુજરાતમાં મહત્વ ના શહેરોમાં જેલ અધિક્ષક તરીક ફરજ બજાવનાર જેલ અધિક્ષક અરૂણકુમાર વ્યાસનું રાજકોટ ખાતે અવસાન થયેલ છે.

તેઓએ અમદાવાદ, રાજકોટ, વડોદરા, પોરબંદર, અમરેલી, ગોંડલ સહિત ના સ્થાનો ઉપર જેલ અધિક્ષક તરીકે અસરકારક, પ્રામાણિક અને કડક રીતે ફરજ બજાવનાર અને ખુંખાર કેદીઓને કાયદાની ભાષામાં જ સમજાવવામાં કાબેલ એવા નિવૃત્ત્। જેલ અધિક્ષક શ્રી અરૂણકુમાર આર. વ્યાસનું આજે વહેલી સવારે અવસાન થયેલ છે.

શ્રી વ્યાસ આશરે ત્રણ વર્ષ પહેલાં વય મર્યાદા ના કારણે સેવા નિવૃત્ત્। થયેલ હતા. શ્રી. વ્યાસ નિવૃત્ત્િ। દરમ્યાન ધાર્મિક; આધ્યાત્મિક અને સામાજીક પ્રવૃત્ત્િ।ઓમાં સક્રિય હતા.

શ્રી વ્યાસ એક કડક, કાબેલ, શિસ્ત પાલન ના ચુસ્ત આગ્રહી જેલ અધિકારી તરીકે ની છાપ ધરાવતા હતા. તેઓ ની કડક કામગીરીના કારણે તેઓ ઊપર માથાભારે અને અસામાજિક તત્વોને હંમેશા ખૂંચતા હતા.

શ્રી વ્યાસ ની અસરકારક કામગીરી ધ્યાનમાં રાખીને રાજકોટ ની જાણીતી સંસ્થા દિકરાનું ઘર, વૃદ્ધાશ્રમ દ્વારા દિપચંદ ગારડી એવોર્ડ થી તત્કાલીન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત ની ઉપસ્થિતી માં એનાયત થયેલ હતો.

રાજકોટ જિલ્લા જેલ ના પૂર્વ અધિક્ષક શ્રી અરુણકુમાર વ્યાસ ની અંતિમયાત્રા તેમના નિવાસે રામેશ્વર પાર્ક શેરી નંબર ૬,અભિષેક, રેલનગર પાસે, પોપટપરા રાજકોટ થી આજે બપોરે ૨-૦૦ વાગ્યે નીકળી હતી.

(3:03 pm IST)