Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd July 2019

રાજકોટના સરધાર અને પડધરી પંથકમાં સાંબેલાધાર વરસાદ

ખંઢેરી, નારણકા, બાધી, ડુંગરકા, રંગપર સહિતના ગામોમાં વરસાદ

 

રાજકોટમાં સરધારમાં સતત બીજા દિવસે સાંબેલાધાર વરસાદ થયો. ભારે પવન સાથે વરસાદને પગલે ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. સરધારની બજારમાં ધીંચણ સુધી પાણી ભરાયા છે

  . પડધરી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ થયો.હતો  2.5થી 3 ઇંચ વરસાદ થતા અનેક નદીઓમાં નવાનીર આવ્યા. ખંઢેરી, નારણકા, બાધી, ડુંગરકા, રંગપર સહિતના ગામોમાં વરસાદ થયો. નદીમાં પાણી આવતા ખેડુતોમાં આનંદ છવાયો છે.

 

(12:03 am IST)