Gujarati News

Gujarati News

News of Saturday, 2nd June 2018

'વડાપ્રધાન સાથે સીધો સંવાદ શ્રેણી'માં વિવિધ યોજનાઓની જાણકારી અપાશે

મતદાર યાદી સુધારણા કાર્યક્રમ શરૂ : કમલેશ મિરાણી

રાજકોટ તા. ૨ : વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારના સફળ ૪ વર્ષ પૂર્ણ થયાની ઉજવણીના ભાગરૂપે સંવાદ શ્રેણી અંતર્ગત વિવિધ યોજનાઓ અંગે ચર્ચા કરાશે.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ સાથે વિડીયો કોન્ફરન્સ, દુરદર્શન પ્રસારણ અને નરેન્દ્ર મોદી એપના માધ્યમથી તા. ૫ ના સવારે ૯.૩૦ વાગ્યે પ્રધાનમંત્રી આવાસ યોજના, તા. ૬ ના સવારે ૯.૩૦ વાગ્યે અટલ ઇનોવેશન મિશન, તા. ૭ ના સવારે ૯.૩૦ વાગ્યે જન ઔષધિ પરિયોજના, તા. ૮ ના સવારે ૯.૩૦ વાગ્યે પ્રધાનમંત્રી જીવન જયોતિ તેમજ જીવન રક્ષક યોજનાઓ વિષે સંવાદ કરાશે.

તમામ શ્રેણીના કાર્યકર્તાઓએ આ સંવાદ શ્રેણીમાં જોડાવા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડની સંયુકત યાદીમાં અનુરોધ કરાયો છે.

મતદાર યાદી સુધારણા કાર્યક્રમ

તા.૧ થી ૨૦ જુન સુધી ચુંટણી કમિશન દ્વારા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ શરૂ કરાયો હોય શહેરીજનોએ નવા નામ દાખલ કરાવવા, નામ કમી કરવા, નામ-સરનામા સુધારવા, એક ભાગમાંથી બીજા ભાગમાં ટ્રાન્સફર સહીતના જે ફેરફારો કરાવવાના હોય તે કરાવી લેવા શહેર ભાજપના કમલેશ મિરાણી, દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડની યાદીમાં જણાવાયુ છે. (૧૬.૬)

(4:24 pm IST)