Gujarati News

Gujarati News

News of Saturday, 2nd June 2018

૨૧ જૂને વિશ્વ યોગ દિન : સતત બીજા વર્ષે બહેનો પાણીમાં યોગ કરશે

કોર્પોરેશન દ્વારા ચાર સ્થળોએ યોગાના કાર્યક્રમો : અભૂતપૂર્વ ઉજવણી માટે કમર કસતુ તંત્રઃ પુષ્કર પટેલ - જયમીન ઠાકર

રાજકોટ તા. ૨ : ભારતના સ્વપ્નદ્રષ્ટા અને દૂરંદેશી ધરાવતા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિશ્વના જુદા જુદા દેશોને યોગના વિચારો આપેલ જેના અનુસંધાને યુનો દ્વ્રારા ૨૧ જુન વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવાનું મંજુર કરવામાં આવેલ છે. યોગ દિવસની ઉજવણી પુરા ગુજરાતમાં ઉત્સાહભેર થાય તે માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વડપણ હેઠળ તમામ તંત્ર તૈયારી કરી રહેલ છે. રાજકોટ શહેરમાં પણ યોગ દિવસની શાનદાર ઉજવણી થાય તે માટે મેયર ડો. જૈમન ઉપાધ્યાય, ડે. મેયર ડો. દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલ તથા સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન જયમીન ઠાકર દ્વ્રારા શહેરની ધાર્મિક, સામાજીક, વ્યાપારિક, ઔદ્યોગિક, સંસ્થાઓ તેમજ સોસાયટીઓના હોદ્દેદારો સાથે રાજકોટ મહાનગરપાલિકામાં મીટીંગ યોજાયેલ.

આ મીટીંગમાં બ્રહ્માકુમારી, પતંજલી, આર્ટ ઓફ લિવિંગ, બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ, ફઘ્ઘ્  સ્પોર્ટ્સ, સ્પોર્ટ્સ ઓથોરિટી, જીતુભાઈ કોટેચા ચિત્રનગરી, ક્રિકેટ એસોસિએશન, લાઈફ જેવી સંસ્થાઓના પ્રતિનિધિઓ તેમજ રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ ડે. કમિશનર ડી. જે. જાડેજા, સી. કે. નંદાણી, આસી. કમિશનર હર્ષદ પટેલ, જશ્મીન રાઠોડ, સમીર ધડુક, વાસંતીબેન પ્રજાપતિ ઉપસ્થિત રહેલ હતા. 

યોગ દિવસની શાનદાર ઉજવણી માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વ્રારા શહેરના રેસકોર્સ ગ્રાઉન્ડ, નાના મવા સર્કલ પાસેનું ગ્રાઉન્ડ, રણછોડદાસ આશ્રમ સામેનું ગ્રાઉન્ડ, પારડી રોડ પર કોમ્યુનિટી હોલ પાસે આવેલ મેદાન ખાતે ૨૧ જુનના રોજ સવારના ૬.૩૦ વાગ્યે થી ૭.૩૦ વાગ્યા સુધી શહેરના બહોળી સંખ્યામાં યુવાનો/યુવતીઓ, મહિલાઓ, સીનીયર સીટીઝન્સ, તબીબો, ઉદ્યોગપતિઓ સહિતના વિવિધ ક્ષેત્રના નાગરિકો તેમજ  યોગાપ્રેમીઓ દ્વ્રારા યોગ કરવામાં આવશે.

ચાલુ વર્ષે આગામી ૨૧ જુન વિશ્વ યોગ દિન નિમિતે શહેરના ચારેય સ્વિમિંગ પુલોમાં એકવા યોગા કરવામાં આવશે. ૨૧ જુન ૨૦૧૮ના રોજ 'વિશ્વ યોગ દિન' નિમિતે રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના લોકમાન્ય તિલક સ્નાનાગાર રેસકોર્ષ, મહર્ષિ દયાનંદ સ્નાનાગાર કાલાવડ રોડ, સરદાર વલ્લભભાઈ પટેલ સ્નાનાગાર કોઠારીયા રોડ, અને પેડક રોડના છેડે આવેલા  સ્વામી વિવેકાનંદ સ્નાનાગારમાં એકવા યોગા કરવામાં આવશે. એકવા યોગાના આ કાર્યક્રમમાં ૭ વર્ષથી લઈને ૮૫ વર્ષ સુધીના બહેનો, યુવતીઓ, મહિલાઓ, અને વૃધ્ધાઓ ભાગ લેશે. ૨૧ જુન નિમિતેનો આ એકવા યોગા કાર્યક્રમ વર્લ્ડ રેકોર્ડ બની રહેશે.

શહેરના તમામ ક્ષેત્ર સાથે જોડાયેલા નાગરિકો ઉત્સાહપૂર્વક બહોળી સંખ્યામાં જોડાઈને પોતાની શારીરિક, માનસિક તંદુરસ્તી પ્રાપ્ત કરે તેમ અંતમાં મેયરશ્રી ડાઙ્ખ. જૈમન ઉપાધ્યાય, ડે. મેયર ડો. દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલ તથા સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન જયમીન ઠાકરે જણાવેલ.(૨૧.૨૯)

(4:16 pm IST)