Gujarati News

Gujarati News

News of Saturday, 2nd May 2020

હે જંગલેશ્વર મહાદેવ : જંગલેશ્વર વિસ્તારને કોરોનામુકત કરજો

પોલીસ અફસરોએ જંગલેશ્વર ખાતે મહાદેવજીની ભાવપૂર્વક પૂજા - અર્ચના કરી

રાજકોટ : કોરોના મહામારી વચ્ચે રહીને પણ પોલીસ - સુરક્ષાદળના જવાનો પોતાની ફરજ નિભાવી રહ્યા છે. જેથી જંગલેશ્વર વાસીઓ સુરક્ષિત રહી શકે, કોરોનાથી મુકત રહી શકે. રાજકોટ ભકિતનગર પોલીસ મથકના પોલીસ ઈન્સ્પેકટર વિરલ ગઢવી તેમજ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પોલીસ ઈન્સ્પેકટર રોહિત રાવલ દ્વારા જંગલેશ્વર વિસ્તાર જે મહાદેવના નામથી ઓળખાય છે તેવા જંગલેશ્વર મહાદેવની પૂજા કરી હતી. જંગલેશ્વર મહાદેવ ઉપર જળ - બીલીપત્ર ચડાવી જંગલેશ્વર વિસ્તાર અને તેના લોકો કોરોનાથી મુકત થાય તેવી પ્રાર્થના કરી હતી.

(4:37 pm IST)