Gujarati News

Gujarati News

News of Saturday, 2nd May 2020

જિલ્લા પંચાયતમાં પ્રથમ બનાવ, ડે. ડી.ડી.ઓ.ની ત્રણેય જગ્યાઓ ખાલી

રામદેવસિંહ ગોહિલ વયમર્યાદાના કારણે નિવૃત : ત્વરિત નવી નિમણૂક કરવા ડી.ડી.ઓ.ની સરકારમાં રજુઆત

રાજકોટ, તા., ૨: જિલ્લા પંચાયત નાયબ  જિલ્લા  વિકાસ અધિકારી શ્રી રામદેવસિંહ ગોહિલ તા.૩૦મીએ વય મર્યાદાના કારણે નિવૃત થયા છે. અત્યારે  જિલ્લા પંચાયતના ત્રણેય નાયબ  જિલ્લા વિકાસ અધિકારીઓની જગ્યા ખાલી પડી છે. આવુ રાજકોટ  જિલ્લા પંચાયતમાં કદાચ પ્રથમ વખત બન્યું છે.  જિલ્લા વિકાસ અધિકારી અનિલકુમાર રાણાવાસિયાએ ખાલી જગ્યાઓ ત્વરીત ભરવા સરકારમાં રજુઆત કરી છે.

તત્કાલીન ડે.ડી.ડી.ઓ. શ્રી મકવાણાની બદલી પછી બે જગ્યાઓ ખાલી પડેલ. જેમાંથી એકનો ચાર્જ હિસાબી વિભાગના અધિકારી માંડલીયાને અને એકનો ચાર્જ શ્રી ગોહિલને અપાયેલ. હવે તેઓ નિવૃત થતા ત્રણેય ચાર્જ  માંડલીયાનેે સોંપાયા છે. કોરોનાની વર્તમાન પરિસ્થિતિમાં ડે.ડી.ડી.ઓ. કક્ષાની તમામ જગ્યાઓ લાંબો સમય ખાલી રહે તો તેની અસર વહીવટી કામગીરી પર પડે તે સ્વાભાવિક છે.

(4:36 pm IST)