Gujarati News

Gujarati News

News of Saturday, 2nd May 2020

લોકડાઉનમાં વિકસાવી બોટલ આર્ટની કળા

કોરોનાના કારણે લોકડાઉનમાં સમય પાસ કરવા સૌએ કોઇને કોઇ યુકિતઓ અજમાવી. તેમાં અહીંના યુવા કલાકાર બ્રિજેશ ટાંકે બોટલ આર્ટ કલા માટે સમય ફાળવ્યો હતો. ભારત દેશને તાળાથી લોક કરેલ કૃતિ અખંડ કાચની નાનકડી બોટલમાં તૈયાર કરી હતી. ઝડપથી દેશ કોરોના મુકત થાય તેવી શુભેચ્છાઓ સાથે આ બોટલ તેઓ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીને મોકલનાર છે. બ્રિજેશ (મો.૯૭૨૩૩ ૧૭૮૭૫) ની આ કળા બદલ ઠેરઠેરથી અભિનંદનવર્ષા થઇ રહી છે.

(3:50 pm IST)