Gujarati News

Gujarati News

News of Saturday, 2nd May 2020

નવકાર નિર્મલા ફાઉન્ડેશન દ્વારા કીટ અને માસ્ક વિતરણ

કોરોના મહામારીના સંકટમાં  જનજીવન અસ્ત વ્યસ્ત થયુ છે. ત્યારે ગરીબ જરૂરતમંદ લોકોને મુશ્કેલી ન પડે તેવા હેતુથી નવકાર નિર્મલા ફાઉન્ડેશન દ્વારા શ્રીમતી નિર્મલાબેન જયંતિભાઇ પરમારના સહયોગથી રાશન કીટ તેમજ માસ્કનું વિનામુલ્યે વિતરણ કરવામાં આવી રહ્યુ છે. પરમાર પરિવારના ભરતભાઇ, નંદકિશોરભાઇ તથા અન્ય સભ્યોએ ગુરૂદ્વારા, બોલબાલા ટ્રસ્ટ, પારસધામ, સિંધી સમાજ, એસ. આર. પી. કેમ્પ તથા વોર્ડન અને પોલીસ કર્મચારીઓને માસ્ક વિતરણ કરવામાં આવેલ. જયા સુધી લોકડાઉન ચાલુ રહેશે ત્યાં સુધી આ સેવાયજ્ઞ અવિરત ચાલુ રહેશે. તેમ ભરતભાઇ પરમાર (મો.૮૪૬૦૦ ૬૦૭૦૧) ની યાદીમાં જણાવાયુ છે.

(3:49 pm IST)