Gujarati News

Gujarati News

News of Saturday, 2nd May 2020

સફાઇ કામદારોની લોનમાં હપ્તા બાદ કરી દેવા માંગ

રાજકોટઃ કોરોના સંક્રમણ અને લોકડાઉન કપરી સ્થિતિમાં શહેરને સ્વચ્છ રાખી જાહેર આરોગ્યની સંભાળ લેનાર કોરોના વોરિયર્સ સફાઇ કામદારોની આર્થીક સ્થિતી પણ આ લોકડાઉનમાં નબળી પડી છે ત્યારે આ કામદારોએ બેંકો, મંડળીઓ પાસેથી લીધેલ લોનનાં ત્રણ હપ્તા માફ કરવા સરકારે જાહેરાત કરી છે. પરંતુ મ્યુ. કોર્પોરેશન અને બેંકો તથા મંડળીઓ વચ્ચે સંકલનના અભાવે કામદારોનાં હપ્તાં બાદ નથી થયા. ત્યારે આ બાબતે તંત્ર સંવેદનશીલતા દાખવીને હપ્તા બાદ કરાવી આપે એવી રજુઆત મ્યુ.કમિશ્નરશ્રીને રાજકોટ કામદાર યુનિયનનાં પ્રમુખ પારસ બેઉપાએ કરી હતી. તે વખતની તસ્વીર.

(3:49 pm IST)