Gujarati News

Gujarati News

News of Saturday, 2nd May 2020

વોર્ડ નં. ૧૨ માં ડોર ટુ ડોર માસ્ક વિતરણ

શહેર યુવા ભાજપ પ્રમુખ અને વોર્ડ નં. ૧૨ ના પ્રભારી ડો. પ્રદીપ ડવ દ્વારા કોરોના સામેની લડાઇમાં લોકો સ્વસ્થ રહે તે માટે ઘરે ઘરે માસ્કનું વિતરણ કરવામાં આવી રહ્યુ છે. છેલ્લા ૮ દિવસથી દરરોજ સવાર સાંજ ડોર ટુ ડોર માસ્ક વિતરણ થઇ રહ્યુ છે. આગામી દિવસોમાં હજુ અન્ય સોસાયટીમાં આ વિતરણ કરવામાં આવનાર છે. જરૂરતમંદ લોકોનું સ્વમાન જળવાઇ રહે તે રીતે અનાજ કીટનું તેમજ સમગ્ર વોર્ડમાં ૫૦૦ જેટલા ઉકાળાના પેકેટનું વિતરણ કરવામાં આવેલ.

(3:49 pm IST)