Gujarati News

Gujarati News

News of Saturday, 2nd May 2020

પાન-ફાકીના ચેકીંગના નામે કોરોના ન ફેલાય તે જો જો

પોલીસ કર્મી. ઓ સ્કુટરની ડેકી કે કારમાં ચેક કરે ત્યારે તેના હાથ સેનેટાઇઝર થયેલા હોવા જોઇએ

રાજકોટઃ તા.૨, હાલના પોલીસ તંત્ર દ્વારા સ્કુટર અને કારની ડેકીઓ ચેક કરી જો પાન-કાફીના જથ્થો જોવા મળે તો તે જપ્ત કરી દંડ ફટકારે છે. પરંતુ આ ચેકીંગ દરમિયાન પોલીસ કર્મચારીઓએ સાવચેતી રાખવી ખુબ જ જરૂરી છે. 

પાન - ફાકી ખાવાના જયાં ત્યાં થુંકવાના નિયમો રાજકોટ શહેરમાં કડક બનાવાયા છે ત્યારે હાલમાં પોલીસ કર્મચારીઓ દ્વારા રસ્તા ઉપર નિકળતા ટુ-વ્હીલર અને ફોર વ્હીલરોમાં ડેકીઓ ખોલી ચેક કરવામાં આવે છે. પરંતુ કોઇ સ્કુટર કે કાર ચાલકની ડેકી ચેક કરતી વેળાએ જે તે ચાલકને સંક્રમણની અસર હોય અને એ જ પોલીસ કર્મી એ પાન-ફાકીને અડે તો તેને પણ ચેપ લાગવાની શકયતા રહેલી છે.

જાહેરમાં પાન-ફાકી ખાવાની મનાઇ  જ છે. ત્યારે પોલીસ કર્મચારીઓ જોખમ ખેડી પોતાની ફરજ બજાવતા હોય છે. ચેકીંગ દરમિયાન જો ચેપ લાગે તો તે ફેલાઇ શકે છે. આમ, પોલીસ કર્મચારી કોઇપણ સ્કુટર કે  ફોરવ્હીલર ચેક કરે ત્યારે તેને સેનેટાઇઝરથી હાથ સાફ રાખવા જરૂરી બને છે. (૪૦.૧૯)

(3:47 pm IST)